Geniben Thakor : ગુજરાતમાં ભાજપ (BJP)ના ક્લીન સ્વીપના સપના પર પાણી ફેરવીને ગેનીબેને ગુજરાતમાં લોકોના દિલ જીતી લીધા છે. આ બનાસની સિંહણે ન માત્ર બનાસકાંઠા (Banaskantha)માં પરંતુ સમગ્ર ગુજરાત (Gujarat)માં પોતાનો જલવો દેખાડી દીધો છે. ગુજરાતમાં કોંગ્રેસને માત્ર એક જ સીટ મળી અને તેના પર ગેનીબેન (Geniben Thakor)નો ભવ્ય વિજય થયો. જયારે આ બેઠક પર મતગણતરી ચાલી રહી હતી ત્યારે તેમાં ઘણો રસાકસી ચાલી હતી. જીત કે હાર અંત સુધી નક્કી કરવી મુશ્કેલ હતી. પરંતુ આખરે ગેનીબેન ઠાકોર મેદાન મારી ગયા અને રેખા ચૌધરી (Rekha Chaudhry) હારી ગયા.

ગઈકાલે દિલ્હીમાં કોંગ્રેસના ચૂંટાયેલા સાંસદોની સાથે CWC ની બેઠક યોજાઈ અને ત્યારબાદ એક ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગેનીબેન ઠાકોર ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે સોનિયા ગાંધીને મળ્યા હતા.

ગુજરાતમાં ગેનીબેન ઠાકોરે ન માત્ર બનાસકાંઠામાં પરંતુ સમગ્ર ગુજરાતમાં પોતાનો પરચમ લહેરાવ્યો છે. બનાસની સિંહણે ભાજપના સપના પર પાણી ફેરવી નાખ્યું છે. દિલ્હી પહોંચી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા હતા.

ગુજરાતમાં હાલ ગેનીબેને પોતાનું વર્ચસ્વ બતાવી દીધું છે. કોંગ્રેસના નેતાઓની સાથે મુલાકાત દરમિયાન ગેનીબેન ઠાકોર રાહુલ ગાંધીને મળ્યા હતા. ગેનીબેને પોતાની ગુજરાતથી દિલ્હી સુધીની સફર ખુબ મહેનત બાદ પૂર્ણ કરી છે.

આ બનાસની સિંહણે ન માત્ર બનાસકાંઠામાં પરંતુ સમગ્ર ગુજરાતમાં પોતાનો જલવો દેખાડી દીધો છે. પોતાનો પરચમ લહેરાવ્યા બાદ હવે ગેનીબેન ઠાકોર ગુજરાતથી દિલ્હી પહોંચી ગયા છે. દિલ્હીમાં તેમને કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે શક્તિસિંહ ગોહિલ સાથે પ્રિયંકા ગાંધીને મળ્યા હતા.
આ પણ વાંચો : Narendra Modi : મોદી સરકાર 3.0ના આ સંભવિત મંત્રીઓને આવ્યા ફોન, શપથ ગ્રહણ પહેલા દિલ્હીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો