Geniben Thakor : થરાદ ખાતે ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું. અને આ જ સંમેલનમાં ગેનીબેન ઠાકોર પણ હાજર રહ્યા હતા. સાથે જ મંત્રી સ્વરૂપજી ઠાકોર અને દિયોદરના ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણ હાજર રહ્યા હતા. આ સાથે જ હવે ઠાકોર સમાજના ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સમાજ માટે એક મંચ પર જોવા મળ્યા હતા. મોંઘવારી સામે સમાજને ખર્ચાથી બચાવવા માટે ખાસ બંધારણની ચર્ચા કરવામાં આવી. જેમાં ગેનીબેન ઠાકોરે સમાજમાં જે લેવડ દેવડની પ્રથાઓ હોય કે ખોટા ખર્ચ કરવામાં આવતા હોય તેને છોડી અને સાદાઈથી લગ્ન કરવા મામલે લોકોને ટકોર કરી હતી.
ગેનીબેન ઠાકોરે સમાજને શું કહ્યું ?
થરાદ ખાતે યોજાયેલા ઠાકોર સમાજના સંમેલનમાં ગેનીબેન ઠાકોરે સમાજને ટકોર કરતા કહ્યું કે, ઠાકોર સમાજે દીકરા-દીકરીના લગ્ન પ્રસંગે ડીજે પર પ્રતિબંધ મૂક્યો છે. દીકરાના લગ્ન સમયે પુત્રવધુ માટેના કડલા પ્રથા બંધ કરી ઝાંઝરી મંગળસૂત્ર અને બુટ્ટી લઈ જવાનો નિયમ ઘડવામાં આવ્યો છે. લગ્નપ્રસંગમાં VVIP ભોજનની જગ્યાએ કઠોળ અને શાકભાજી જેવા સાદા ભોજન રાખવાનો નિયમ લેવામાં આવ્યો. દીકરાના લગ્નની જાનમાં માત્ર 11 ગાડીઓ લઈ જવી. લગ્ન સમયે વરરાજાએ દાઢી ન રાખવી.
વધુમાં તેમણે કહ્યું કે, મૈત્રીકરારના નિયમો સમાજને બરબાદ કરી રહ્યા છે. આપણી સમાજની દીકરીઓ મૈત્રી કરારથી લગ્ન કરે તે ચલાવી લેવાનું નહીં. તમારા દીકરાને વાંઢો મરવા દેજો પણ સમાજ કે અન્ય સમાજની દીકરીઓ સાથે મૈત્રી કરાર કરે તો ઘરે ના આવવા દેતા.
Geniben Thakor એ મૈત્રીકરાર મુદ્દે સમાજના લોકોને ટકોર કરતાં કડક શબ્દોમાં કાઢી ઝાટકણી #genibenthakor #vialvideo #banaskantha #thakorsamaj #congress #nirbhaynews pic.twitter.com/OPsJDsgNqW
— Nirbhaynews (@nirbhaynews1) December 8, 2025