TET TAT Recruitment : દર વર્ષે મોટી સંખ્યામાં શિક્ષક (teacher) બનવાના સપનાં સાથે ઉમેદવારો ટેટ-ટાટ પાસ (TET TAT Pass) કરીને કાયમી ભરતીની રાહ જુએ છે. જેને લઈને ટેટ, ટાટ પાસ ઉમેદવારો સરકાર સામે ધરણા કરી કાયમી ભરતીની માંગ કરતા હોય છે. સરકાર દર વખતે વિદ્યાર્થીને લોલીપોપ આપે છે. અને કાયમી શિક્ષકોની ભરતી કરતી નથી. ત્યારે વિધાર્થીઓ સરકાર સામે ગાંધીનગરમાં (Gandhinagar) ધરણા પર બેસે અને સરકારનો વિરોધ કરે છે. ત્યારે સરકારે 7500 શિક્ષકોની ભરતીની જાહેરાત કરી હતી. ત્યારે વિધાર્થીઓ શિક્ષકોની જગ્યા વધારવા માટે માંગ કરી રહ્યા છે. જેને લઈને સાંસદ ગેનીબેન ઠાકોર (geniben thakor) વિદ્યાર્થીઓની વ્હારે આવ્યા છે. ગેનીબેન ઠાકોર લોકોના પ્રશ્નોના મુદ્દે અવાજ ઉઠાવતા હોય છે. અને ઘણીવાર મુખ્યમંત્રીને (CM Bhupendra patel) પણ પત્ર લખી રજુઆત કરતા હોય છે. ત્યારે આ શિક્ષકોની જગ્યા વધારવા માટે ગેનીબેને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
ટેટ ટાટ પાસ ઉમેદવારો માટે ગેનીબેન બેન ઠાકોરએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
ગેનીબેને પત્રમાં જણાવ્યું કે ગુજરાત સરકાર 7500 શિક્ષકોની ભરતી કરવાનુ કહ્યું છે. ગુજરાતમાં 38000 જેટલા ઉમેદવારોએ ટેટ-1, ટાટ ની પરીક્ષા પાસ કરી છે. અને તેમની ઉમરમર્યાદા પૂર્ણ થવાને આરે છે. 2023માં લેવાયેલ પરીક્ષા કાયમ માટે માન્ય રેહનાર નથી. જેથી આ પાસ થયેલા ઉમેદવારોએ ફરી પરીક્ષા પાસ કરવી પડે એવી પરિસ્થિતિ ઉભી થાય છે. ત્યારે સરકારી શાળાની અને ગ્રાન્ટેડ શાળાની જાહેરાત એક સાથે કરવામાં આવે અને જગ્યા 7500 થી જગ્યા વધારીને 15000 કરવામાં આવે તેવી મુખ્યમંત્રીને રજુઆત કરી છે.
ટેટ ટાટ ઉમેદવારોની માંગ ક્યારે સ્વીકારશે સરકાર ?
ગુજરાતમાં સરકારી શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી, સાથે જ ઘણીબધી શાળાઓ તો 1 શિક્ષકથી જ ચાલે છે. તો પણ સરકાર શિક્ષકોની ભરતી કરતી નથી. ત્યારે હવે જોવાનું રહ્યું કે સરકાર ગેનીબેનના આ પત્ર પછી આંખ ઉઘાડશે કે નહિ અને કાયમી શિક્ષકોની ભરતીની જગ્યા વધારશે કે નહિ ?
આ પણ વાંચો : અમિત શાહે જનતા સમક્ષ રજૂ કર્યું મોદી સરકારના ત્રીજા કાર્યકાળના 100 દિવસનું રિપોર્ટ કાર્ડ, જાણો શું કહ્યું