Geniben Thakor : વાવ બેઠક પર પેટાચૂંટણીમાં કોંગ્રેસ કોને ઉતારશે મેદાનમાં, ગેનીબેન ઠાકોરે આ મામલે શું કહ્યું જાણો

October 25, 2024

Geniben Thakor : ગુજરાતમાં હાલ વાવ બેઠકની પેટાચૂંટણીએ ચર્ચાઓ જગાવી છે. બનાસકાંઠાની આ હાઈપ્રોફાઈલ બેઠક પર પેટાચૂંટણીને કારણે અત્યારે રાજકારણ ગરમાયુ છે. ગુજરાતમાં ગેનીબેનના નામથી ચર્ચામાં આવેલ વાવ બેઠક પર હવે નવા ધારાસભ્ય માટે ચૂંટણી યોજવા જઈ રહી છે. આ બેઠક પર હવે ભાજપ કોંગ્રેસ વચ્ચે વર્ચસ્વની લડાઈ જામી છે. અને તેને જીતવા માટે સૌ કોઈ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ગઈકાલે ઠાકરશી રબારીએ પોતાની નારાજગી વ્યક્ત કરી કોંગ્રેસનો આંતરિક વિખવાદ છતો કર્યો હતો. જે બાદ ગુલાબસિંહ રાજપૂત ઠાકરશી રબારીને મનાવવા પણ પહોંચ્યા હતા. આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. જેને લઇ ગેનીબેન ઠાકોરે સૌને જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

શું કહ્યું ગેનીબેન ઠાકોરે ?

બનાસકાંઠાના વાવ વિધાનસભા બેઠક માટે આજે કોંગ્રેસ ઉમેદવારી પત્ર ભરવા પહોંચશે જેને લઈને ગેનીબેન ઠાકોરે તેમની સાથે ઉમેદવારી પત્ર ભરવા જાય ત્યારે સૌ તેમાં જોડાય, તેને લઈને તેમણે જાહેર આમંત્રણ પાઠવ્યું છે. સાથે જ ઉમેદવારને લઈને તેમને કહ્યું કે, કોંગ્રેસના માવડી મંડળે ગુલાબસિંહ રાજપૂત, ઠાકરશી રબારી, કે.પી.ગઢવી અને ભાવાજી મકવાણાને ફોર્મ ભરવાની સૂચના આપવામાં આવી છે. બપોરે 3 વાગ્યે કોંગ્રેસ દ્વારા મેન્ડેટ આપવામાં આવશે તે કોંગ્રેસનો આ ચૂંટણીમાં ઉમેદવાર હશે.

ત્યારે હવે આ બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર સતત ઉમેદવારને લઈને કોકડું ગૂંચવાય રહ્યું છે. આ મામલે હવે આંતરિક વિખવાદ પણ ઉભો થયો છે. જેના કારણે છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસમાં નારાજગીના સૂર ઉઠ્યા છે. અને તે જ નારાજગી જાહેર કાર્યક્રમમોમાં પણ સામે દેખાઈ રહી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે કોંગ્રેસ કોને પોતાનો ઉમેદવાર જાહેર કરે છે.

આ પણ વાંચોHoroscope: મેષથી મીન રાશિના જાતકો જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Read More

Trending Video