Geniben Thakor : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હવે આ ઘટનાઓ પર છેલ્લા દરરોજ રાજકારણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં હાલ નવરાત્રીનો પવન પર્વ ચાલી રહ્યો છે. સૌ કોઈ શક્તિની આરાધના કરી રહ્યા છે. એક તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગેનીબેન ઠાકોર પણ નવરાત્રીમાં ગરબા રમવાને લઈને શાબ્દિક પ્રહારો કરતા દેખાય હતા. ત્યારે હવે ફરી એક વખત ગેનીબેને આજે વડોદરાની સામુહિક દુષ્કર્મની ઘટના મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર પ્રહારો કરતી ટ્વીટ કરી છે.
ગુજરાતમાં હર્ષ સંઘવીએ નવરાત્રીમાં સવાર સુધી ગરબા રમવાની છૂટ આપી હતી. અને બીજી તરફ આ બધા મામલે ગેનીબેને તેમના પર પ્રહારો કર્યા હતા. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ગુજરાતમાં ગરબા નહિ રમીએ તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમીશું. આ જ નિવેદન પર કોંગ્રેસ નેતા અને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી એક વખત હર્ષ સંઘવીને આડે હાથ લીધા છે. અને આજે વડોદરામાં બનેલી દુષ્કર્મની ઘટના મામલે પણ તેમણે પ્રહારો કર્યા છે.
ગેનીબેને શું કર્યા પ્રહાર ?
ગેનીબેને હર્ષ સંઘવી પર પ્રહાર કરતા ટ્વીટમાં લખ્યું કે, ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા કયાં છે? નરાધમો એક પછી એક દુષ્કર્મ કરી રહ્યાં છે અને કાયદો નિષ્ક્રિય છે. વડોદરાની અને દાહોદની ઘટનાઓ સંકટનો સંકેત છે. ગૃહરાજ્યમંત્રીએ નક્કર પગલાં કેમ નથી લીધા? એક એવી કાર્યવાહી કરો કે ગુનેગારો ડરે.
ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા કયાં છે? નરાધમો એક પછી એક દુષ્કર્મ કરી રહ્યાં છે અને કાયદો નિષ્ક્રિય છે. વડોદરાની અને દાહોદની ઘટનાઓ સંકટ નો સંકેત છે. ગૃહરાજ્યમંત્રીએ નક્કર પગલાં કેમ નથી લીધા? એક એવી કાર્યવાહી કરો કે ગુનેગારો ડરે. pic.twitter.com/dXUxD65yGi
— Geniben Thakor (@GenibenThakor) October 5, 2024
ગુજરાતમાં અત્યારે મહિલા સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે. રાજ્યમાં એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે. અને જેમાં કોઈ જ નરાધમોને સજા તો કરવામાં આવતી નથી. પરંતુ ત્યારે હર્ષભાઈ તમે મોટા મોટા નિવેદનો આપો છો પણ દીકરીઓને કેટલી સુરક્ષા આપી શકો છો તે પહેલા વિચારજો.
આ પણ વાંચો : Jignesh Mevani ના કચ્છ જિલ્લા પોલીસ વડા પર ગંભીર આક્ષેપ, ખુલ્લેઆમ થઇ રહેલા દારૂના વેચાણને લઈને લખ્યો પત્ર