Geniben Thakor : ગુજરાતમાં બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરની જીત બાદ તેમણે ધારાસભ્યના પદ ખાલી થયું હતું. જેમાં ઘણા સમયથી સૌ પેટા ચૂંટણીની રાહ જોઈ રહ્યા હતા. આજે મહારાષ્ટ્ર અને ઝારખંડની સાથે બનાસકાંઠાની બેઠક પર પેટ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર 13 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાશે. 23 નવેમ્બરે વાવ બેઠકનું પરિણામ જાહેર થશે. આ સાથે જ 18 ઓક્ટોબરે વાવ બેઠકનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. વાવ વિધાનસભા બેઠક પર 25 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. ત્યારે હવે આ બેઠક પર ચૂંટણીને લઈને ગેનીબેન ઠાકોરે નિવેદન આવ્યું છે.
બનાસકાંઠાની વાવ બેઠક પર પેટા ચૂંટણીની જાહેરત થતા હવે આ માaમલે સાંસદ ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે. ગેનીબેન અને કોંગ્રેસે પેટા ચૂંટણીના નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું કે, વાવ વિધાનસભાના તમામ મતદારો વચ્ચે અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ રહીને તેમને દરેક કામોમાં સહભાગી બન્યા છે. કોંગ્રેસનું મોવડી મંડળ જેને પણ ટીકીટ આપશે તેને અમે કોંગ્રેસના કાર્યકર્તા બનીને આ સીટ અને કોંગ્રેસના આ પંજાને જીતડવાના પ્રયત્નો કરીશું અને વાવની જનતા કોંગ્રેસને આશીર્વાદ આપશે.
Banaskantha : વાવ પેટાચૂંટણીની તારીખની જાહેરાત બાદ ગેનીબેને ઉમેદવાર અંગે આપ્યું નિવેદન #banaskantha #genibenthakor #vav #byelection #gujarat #nirbhaynews @GenibenThakor pic.twitter.com/YY9jpe2qGd
— Nirbhaynews (@nirbhaynews1) October 15, 2024
આ પણ વાંચો : Assembly Election : મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, પેટાચૂંટણી પણ જાહેર, જાણો સંપૂર્ણ કાર્યક્રમ