Geniben Thakor : ગુજરાતમાં લોકો સમાજના સારા કાર્ય માટે ડ્રો નું આયોજન કરે છે. જેમ કે વિદ્યાર્થીઓ માટે શેક્ષણિકે સંસ્થા બનાવવા, કે અનાથ બાળકો માટે પણ ડ્રો નું આયોજન કરવામાં આવતું હોય છે. ડ્રો આયોજન કરવામાં ઘણા વ્યક્તિઓનો પોતાનો પણ સ્વાર્થ હોય છે. ડ્રો માં આવતા થોડાક પૈસા સમાજ માટે વાપરવા અને બાકીના પૈસા પોતાની પાસે રાખવા. ત્યારે પોતાના સ્વાર્થ માટે જે ડ્રો નું આયોજન કરે છે, તેની સામે ગેની બેને લાલ આંખ કરી હતી. ગેનીબેને ઠાકોર (Geniben Thakor) સમાજના કાર્યક્રમમાં આવા લોકો પ્રત્યે ગુસ્સો વ્યકત કર્યો હતો.
Geniben Thakor એ ડ્રો ના નામે ગોરખ ધંધા ચલાવતા લોકોને ખુલ્લામાં આપી ચેતવણી #genibenthakor #viralvideos #banaskantha #gujarat #luckydraw #nirbhaynews @GenibenThakor pic.twitter.com/W2JcDfgcCE
— Nirbhaynews (@nirbhaynews1) October 17, 2024
ગેનીબેન (Geniben Thakor) આજે બનાસકાંઠા (Banaskantha)ના થરાદ (Tharad)માં ઠાકોર સમાજ (Thakor Samaj) આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ ડ્રો બાબતે ગેનીબેને (Geniben Thakor) કહ્યું કે, “એક વ્યક્તિનો કોલ આવેલો પણ તેનું નામ નહિ કહું, થરાદના તે વ્યક્તિ એ કહયું કે, અમે ડ્રોનું આયોજન કર્યું છે. તમે તે ડ્રોનું ઓપનિંગ કરવા માટે આવો, આ ડ્રો નું આયોજન 50 અનાથ બાળકોને ભણવા માટે મદદ થાય તેના માટેનું છે. આ બાળકો બધા અલગ અલગ સમાજના છે. ત્યારે મેં કહ્યું કે’ અત્યારે ઠાકોર સમાજની દીકરીઓ માટે હોસ્ટેલની સુવિધા નથી. તમે તેના માટે કોઈ આયોજન કરો, પછી તે વ્યક્તિએ કહ્યું કે આમાં મારો પણ સ્વાર્થ છે, 11 લાખ ડ્રોમાં આપવાના બાકીના પૈસા અમને મળશે. આવી રીતના કંઈ ખોટું થાય છે. ગૌશાળા માટે કે કોઈ સારા કાર્ય માટે ડ્રો થાય તો તે સારી વસ્તુ છે. જે વ્યક્તિઓ પોતાના સ્વાર્થ માટે ડ્રો કરે છે તેના વિરોધમાં કલેક્ટરે પણ કાર્યવાહી કરવાનું કહ્યું છે. અને સમાજના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સંસ્થાઓ બનવી જોઈએ તેવું પણ કહ્યું હતું.”
આ પણ વાંચો : Asam Train Derailed : આસામમાં ટ્રેન અકસ્માત, અગરતલા-લોકમાન્ય તિલક ટર્મિનસ ટ્રેનના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા