Geniben Thakor : બનાસકાંઠાના વાવની પેટા ચૂંટણીને લઈને ગેનીબેન ઠાકોર (Geniben Thakor)નું નિવેદન, સરકારે પંચાયતની ચૂંટણીઓ પણ જાહેર કરવી જોઈએ. આજે દેશની વિધાનસભા બેઠકો માટે ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ શકે છે. ત્યારે ગુજરાતની વાવ બેઠક પર પણ ચૂંટણી યોજાશે અને તેની પર તારીખ જાહેર થશે. ગુજરાતમાં અત્યારે કોંગ્રેસની ન્યાયયાત્રા ચાલી રહી છે. આ યાત્રા હાલ સુરેન્દ્રનગર પહોંચી છે. જેમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર (Geniben Thakor) પણ જોડાયા છે. જ્યાં ગેનીબેન ઠાકોર સાથે વાવ વિધાનસભા બેઠક પર ચૂંટણીને લઈને વાત કરવામાં આવી હતી. તેમણે આ પેટા ચૂંટણીના નિર્ણયને આવકાર્યો છે.
બનાસકાંઠા (Banaskantha)ના વાવ વિધાનસભાની ખાલી પડેલી બેઠક અંગે અંગેની ચૂંટણીની તારીખ આજે જાહેર થઈ શકે છે. સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે વાવમાં પેટ ચૂંટણીઓને અમે આવકારીએ છીએ. ગુજરાતમાં 7500 ગ્રામપંચાયત અને 75 નગરપાલિકાની ચૂંટણીઓ બાકી છે. સરકારે તેની પણ ચૂંટણીઓ જાહેર કરવી જોઈતી હતી. પરંતુ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ સરકાર સાથે જાહેર ન કરી શકી. વાવ વિધાનસભા બેઠક પર ચૂંટણી માટે અમે તૈયાર છીએ. ત્યારે હવે જોવાનું રહ્યું કે ગેનીબેન બાદ હવે વાવ બેઠક પર કોણ ઉમેદવાર જાહેર થશે.
આ પણ વાંચો : Kandhal Jadeja : કુતિયાણાના MLA કાંધલ જાડેજા પણ હવે ભાજપના ભ્રષ્ટાચારથી ત્રસ્ત, હાઇકોર્ટમાં કરી અરજી દાખલ