Geniben Thakor : વન નેશન વન ઈલેક્શન પર ગેનીબેન ઠાકોરની પ્રતિક્રિયા, ભાજપ પર કર્યા આકરા પ્રહાર

September 21, 2024

Geniben Thakor : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપનો છેલ્લા 2 વખતનો રેકોર્ડ આ વખતે કોંગ્રેસે તોડી નાખ્યો હતો. ભાજપની હેટ્રિક થતા પહેલા જ ગેનીબેન ઠાકોરે રોકી દીધી હતી. અને ગુજરાતની બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસને જીત અપાવી હતી. ગુજરાતમાં ભાજપની સામે જીત્યા બાદ ગેનીબેન ઠાકોરનો હવે ચારેકોર દબદબો જોવા મળી રહ્યો છે. ગેનીબેન તેમના બેબાક બોલ માટે જાણીતા છે. ત્યારે હવે ગેનીબેન (Geniben Thakor) વધુ એક વખત નવા મામલે ચર્ચાનો વિષય બન્યા છે. જેમાં તેમણે વન નેશન, વન ઈલેક્શન (One Nation One Election) મામલે પ્રતિક્રિયા આપી છે.

બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે (Geniben Thakor) ભાજપ પર પ્રહારો કર્યા હતા. આમ તો ગેનીબેન વિવિધ મુદ્દે ચર્ચામાં રહેતા હોય છે. ફરી કે વખત તેમણે ભાજપ સરકારના નિર્ણય પર પ્રહારો કર્યા છે. દેશમાં ભાજપ સરકારે વન નેશન, વન ઈલેક્શનની જાહેરાત કરી છે. જેને લઈને હવે ગેનીબેન ઠાકોર (Geniben Thakor)ની પ્રતિક્રિયા સામે આવી છે. સાંસદ ગેનીબેને કહ્યું કે, ભાજપ સરકાર મોટી મોટી વાતો કરે છે. આ પ્રકારની જાહેરાતોથી લોકોનું જે ચૂંટણીઓ અને સમસ્યાઓ છે તેના પરથી ધ્યાન ભટકવાની કોશિશ કરે છે. 2027માં તો ચૂંટણી આવશે જ પરંતુ તે પહેલા હજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાકી છે. જેના પરથી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ખાલી બેઠકો પર ક્યારે ચૂંટણી યોજાશે તેના વિષે તો સરકાર કોઈ જાહેરાત કરતી નથી.

આ પણ વાંચોHimachal Hindu Protest : હિમાચલ પ્રદેશના સિરમૌરમાં હિંદુઓ દ્વારા ઉગ્ર પ્રદર્શન, વક્ફ બોર્ડને નાબૂદ કરવાની માંગણી

Read More

Trending Video