Geniben Thakor : બનાસકાંઠાની સિંહણ ગેનીબેન ઠાકોર આપશે રાજીનામુ, વાવ વિધાનસભામાં યોજાશે પેટા ચૂંટણી

June 11, 2024

Geniben Thakor : ગુજરાતમાં ભાજપના ક્લીન સ્વીપના સપના પર પાણી ફેરવીને ગેનીબેને ગુજરાતમાં લોકોના દિલ જીતી લીધા છે. આ બનાસની સિંહણે ન માત્ર બનાસકાંઠા (Banaskantha)માં પરંતુ સમગ્ર ગુજરાતમાં પોતાનો જલવો દેખાડી દીધો છે. ગુજરાતમાં કોંગ્રેસને માત્ર એક જ સીટ મળી અને તેના પર ગેનીબેન (Geniben Thakor)નો ભવ્ય વિજય થયો. જયારે આ બેઠક પર મતગણતરી ચાલી રહી હતી ત્યારે તેમાં ઘણો રસાકસી ચાલી હતી. જીત કે હાર અંત સુધી નક્કી કરવી મુશ્કેલ હતી. પરંતુ આખરે ગેનીબેન ઠાકોર (Geniben Thakor) મેદાન મારી ગયા અને રેખા ચૌધરી હારી ગયા હતા.

વાવના ધારાસભ્ય તરીકે ગેનીબેન આપશે રાજીનામુ

લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ ગેનીબેન હવે આગામી 13 જૂને પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપશે. ઉલ્લેખનીય છે કે, ધારાસભ્યની ચૂંટણીમાં અને સાંસદની ચૂંટણીમાં બંનેમાં તેમણે ભવ્ય જીત મેળવી છે. હવે તેમણે એક પદ છોડવું પડે. જેથી તેઓ હવે પોતાના વાવના ધારાસભ્ય પદ પરથી રાજીનામુ આપશે. ઉલ્લેખનીય છે કે હવે બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર પેટ ચૂંટણી યોજાશે અને વાવને નવા ધારાસભ્ય મળશે.

આ પણ વાંચોNEET Protest : જામનગરમાં NEET – UG ની પરીક્ષામાં કૌભાંડનો NSUI દ્વારા વિરોધ, રસ્તા રોકી મોટાપાયે નોંધાવ્યો વિરોધ

Read More

Trending Video