Geniben Thakor : ગુજરાતમાં જ્યારથી અનામત લાગુ પડ્યું ત્યારથી અનામત છે. પરંતુ OBC અનામતમાં આવતી જેટલી પણ જ્ઞાતિ છે તે સિવાય પણ બીજી જ્ઞાતિને તેમાં ઉમેરવામાં આવે. તેવી માંગ ઘણા સમયથી ઉઠી રહી છે. ત્યારે હવે ફરી એક વખત એવી જ માંગ સાથે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર (Geniben Thakor) મેદાને આવ્યા છે. ગેનીબેને OBC અનામતમાં કેટલીક જ્ઞાતિઓને સમાવવા અને OBC અનામતને બે ભાગમાં વહેંચવાની માંગ કરતો PM મોદીને પત્ર લખ્યો છે.
ગેનીબેને કહ્યું કે, વડાપ્રધાન તમે ગુજરાતમાંથી જ આવો છો. અને OBC સમજમાંથી જ આવો છો તો તેમની સમસ્યાઓ વિષે તમે પણ જાણતા જ હશો. ઓબીસીમાં 146 જાતિઓ આવે છે પરંતુ તેમાથી ઠાકોર, કોળી, ધોબી, મોચી, વાદી, વાંસકોડા, ભોઈ, નુતારા, ડબગર, ડફેર, ફકીર, ભુવારિયા, કાગડિયા, ખારવા, મદાર, ભરથર, નટ, ભરૈયા, રાવળ, સઘાટ, સલાડિયા, વણઝારા, વાઘરી આવી અનેક જાતિઓ છે. અને હજુ સુધી તેઓ અનામતના લાભથી વંચિત છે. ત્યારે OBC અનામત અંતર્ગત આ જ્ઞાતિમાંથી કઈ જાતિઓએ અનામતનો લાભ લીધો છે તેનો સર્વે કરાવવામાં આવે. સાથે જ OBC અનામતને બે ભાગમાં વહેંચવામાં આવે. તેવી માંગ PM મોદીને લખેલા પત્રમાં કરવામાં આવી છે.
આ પણ વાંચો : Badlapur Case : બદલાપુર ઘટનાના આરોપીએ રિવોલ્વર છીનવીને પોલીસ પર ફાયરિંગ કર્યું, જવાબી કાર્યવાહીમાં ઘાયલ