Geniben Thakor : દિલ્લીથી આવ્યા બાદ બનાસની સિંહણ ગેનીબેન પહોંચ્યા માં અંબાની શરણે, ચૂંટણીમાં જીત બાદ લીધા આશીર્વાદ

June 11, 2024

Geniben Thakor : ગુજરાત (Gujarat)માં ભાજપ (BJP)ના ક્લીન સ્વીપના સપના પર પાણી ફેરવીને ગેનીબેને ગુજરાતમાં લોકોના દિલ જીતી લીધા છે. આ બનાસની સિંહણે ન માત્ર બનાસકાંઠામાં પરંતુ સમગ્ર ગુજરાતમાં પોતાનો જલવો દેખાડી દીધો છે. ગુજરાતમાં કોંગ્રેસને માત્ર એક જ સીટ મળી અને તેના પર ગેનીબેનનો ભવ્ય વિજય થયો. જયારે આ બેઠક પર મતગણતરી ચાલી રહી હતી ત્યારે તેમાં ઘણો રસાકસી ચાલી હતી. જીત કે હાર અંત સુધી નક્કી કરવી મુશ્કેલ હતી. પરંતુ આખરે ગેનીબેન ઠાકોર (Geniben Thakor) મેદાન મારી ગયા અને રેખા ચૌધરી હારી ગયા. આજે ગેનીબેન ઠાકોર માં અંબાની શરણે પહોંચ્યા હતા. અને માં અંબા (Ambaji)ના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.

દિલ્લીથી આવ્યા બાદ ગેનીબેન પહોંચ્યા માં અંબાની શરણે

ગુજરાતની બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની જીત બાદ આજે તેઓ અંબાજીના દર્શને પહોંચ્યા હતા. જ્યાં એકથી થયેલી ભીડે ગેનીબેનની લોકપ્રિયતા સાબિત કરી દીધી હતી. બનાસની સિંહણ ગેનીબેન ઠાકોરની સિંહ ગર્જના અત્યારે સમગ્ર ગુજરાતમાં ફેલાઈ ગઈ છે. ચૂંટણીમાં જીત બાદ આજે ગેનીબેન માં અમાબાનાં શરણે પહોંચ્યા હતા અને આશીર્વાદ લીધા હતા. અંબાજીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમનું ઢોલ નગારા અને ફુલહાર સાથે ફટાકડા ફોડી સ્વાગત કર્યું હતું. અંબાજીમાં ગેનીબેનનો ભવ્ય રોડ શો નીકળ્યો હતો. ગેનીબેને બપોરની આરતીનો પણ લાભ લીધો હતો. જ્યાં તેમને કુમકુમ તિલક કરી ચૂંદડી ઓઢાડી આશીર્વાદ આપવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે તેમની સાથે કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષ ભરતસિંહ વાઘેલા ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત આગેવાનો જોડાયા હતા. આ પ્રસંગે ગેનીબેને જણાવ્યું હતું કે માતાજીના આશીર્વાદથી ચૂંટણી જીતી છે, એટલે ફરી માં અંબાના દર્શન કરવા આવી છું. તેમણે ભાઈચારાની ભાવના સાથે કોંગ્રેસના કાર્યકરો હળીમળીને કામ કરે તેવી માતાજીને પ્રાર્થના કરી હતી. વધુમાં તેમને જણાવ્યું હતું કે, જેમાં લોકોની વચ્ચે રહી કામ કરવા અને પ્રજાના સુખ દુઃખના ભાગીદાર બનવા સલાહ આપવામાં આવી હતી. તેમજ ગ્રાઉન્ડ ઝીરો ઉપર જે ગરીબો લાભથી વંચિત હોય અને જેમને અન્યાય થતો હોય તેના માટે જેમ કોંગ્રેસે ભૂતકાળમાં કામ કર્યું છે તે જ રીતે આગામી સમયમાં એક જૂથ થઇ કામ કરશે.

આ પણ વાંચોJamnagar Fire Safety : જામનગરમાં સ્પોર્ટ્સ સંકુલમાં જ ફાયર સેફ્ટિનો અભાવ, ફાયર ઓફિસરના ઘર સામે જ આવેલું છે સંકુલ

Read More