Geniben Thakor : વાવમાં ગુલાબ જ ખીલશે, ગેનીબેન ઠાકોરે કર્યો વિશ્વાસ વ્યક્ત, પ્રતિષ્ઠાના જંગમાં હવે આર યા પારની લડાઈ

November 10, 2024

Geniben Thakor : ગુજરાતમાં અત્યારે સૌથી વધુ ચર્ચા હોય તો તે છે વાવ પેટાચૂંટણીની. બનાસકાંઠાની હાઈપ્રોફાઈલ વાવ બેઠક પર સતત પ્રતિષ્ઠાનો જંગ જામ્યો છે. જેને લઈને આ ચૂંટણીમાં સતત નવા વળાંક જોવા મળી રહ્યા છે. આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોતાના ઉમેદવારોનો પ્રચાર કરવા ઠાકોર નેતાઓને મેદાને ઉતાર્યા છે. જેમાં કોંગ્રેસની ચૂંટણી પ્રચારની કમાન અત્યારે ગેનીબેન ઠાકોરે સાંભળી છે. અને આ બેઠક પર બે ટર્મ સુધી ગેનીબેન (Geniben Thakor)નો દબદબો રહ્યો છે. ત્યારે હવે ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા હવે ગેનીબેન (Geniben Thakor) એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગેનીબેને કહ્યું કે, ગુલાબસિંહને ટિકિટ આપવાનો નિર્ણય મવડી મંડળનો છે. અને વાવમાં ગુલાબ ખીલશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ત્યારે જોવાનું રહ્યું કે વાવમાં હવે કયો ઉમેદવાર બાજી મારી જાય છે.

Read More

Trending Video