Kshatriya Mahasammelan : અમદાવાદના (Ahmedabad) ગોતામાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન (Kshatriya Mahasammelan) મળવાનું છે. આ મહાસંમેલન ભાવનગરના મહારાજાના અધ્યક્ષસ્થાને યોજાશે. જાણકારી મુજબ આ મહાસંમેલન માટે ગુજરાતના 250 રજવાડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. પાંચ હજાર લોકો હાજર રહે તેવી આશા છે. જણાવવામા આવ્યું હતુ કે, ક્ષત્રિય સમાજ માટે સામાજિક પ્રવૃતિઓ અને રજવાડાઓની અસ્મિતા માટે મહાસંમેલન યોજાશે.
Ahmedabadમાં આજે ક્ષત્રિય સમાજનું મહા સંમેલન
મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં આવેલા હરેન્દ્રસિંહ સરવૈયા રાજપૂત ભવનમાં આજે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાઈ રહ્યુ છે. આ સંમેલનમાં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવશે. કહેવામા આવી રહ્યુ છે કે, ક્ષત્રિયોના આ સંમેલનમાં સમાજનું કલ્યાણ થાય તે હેતુથી મંચની રચના કરવામાં આવશે અને ભાવનગર સ્ટેટના વર્તમાન મહારાજાની તાજપોશી કરવામાં આવશે. ત્યારે આ સંમેલનમાં પૂ્ર્વમુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ હાજરી આપવાના છે ત્યારે આ સંમેલન રાજકીય હોવાની ચર્ચા ઉઠી હતી. ત્યારે આ સંમેલન પહેલા જ ક્ષત્રિય સમાજમાં અંદરો અંદર ફાટા પડ્યા હોય તેવું જોવા મળ્યુ હતું. ગત રોજ ભાવનગર (Bhavnagar)ના યુવરાજ જયવીરરાજસિંહે મોટો ધડાકો કર્યો હતો પોતે આ સંમેલનમાં ભાગ નહીં લે અને મારા પરિવારના વડીલોનો ઉપયોગ કરીને રાજકારણમાં સામેલ ન થાય તેમ જણાવ્યું હતું ત્યારે આ મામલો સામે આવતા જ ક્ષત્રિય સમાજમાં ફરી એક વાર ફાટા પડ્યા હોય તેવું ચર્ચાઈ રહ્યુ હતુ.
વિજયરાજસિંહજી ગોહિલે શું કહ્યું ?
ત્યારે ગઈ કાલે મહારાજા વિજયરાજસિંહજી ગોહિલે આ મામલે સ્પષ્ટતા કરી હતી.તેમણે કહ્યુ હતુ કે, યુવરાજસિંહને લાગતુ હતુ કે, આ સંમેલન રાજકીય છે પરુતુ એવું નથી મેં તેમને સમજાવ્યા હતા અને સ્પષ્ટતા કરી હતી કે, આ માત્ર સામાજિક સંમેલન છે. આ મંચ દ્વારા કોઈ રાજકીય કાર્ય થશે નહીં. ત્યારે તેમના નિવેદન બાદ પણ યુવરાજસિંહે ફેસબુક પરથી આ પોસ્ટ હટાવી નથી તેથી હજુ પણ બધુ બરાબર ના હોય અને હવે રાજવી પરિવારમાં જ ભાગલા પડ્યા હોય તેવું લાગી રહ્યુ છે ત્યારે હવે આ સંમેલનમાં શુ નવા જુની થાય છે તે થોડી વારમાં ખબર પડી જશે.
આ પણ વાંચો : Junagadh : જવાહર ચાવડાના આક્ષેપ બાદ સામે આવ્યા કિરીટ પટેલ, ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો પર શું આપ્યો જવાબ ?