આધુનિક રાસ ગરબાના મોટા આયોજનો વચ્ચે પૌરાણિક ગરબાએ હજુ પોતાનું અસ્તિત્વ જાળવી રાખ્યું છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદરના ચમનપુરા ગામે વર્ષો જૂની પરંપરા મુજબ નવરાત્રિ મહોત્સવની ઉજવણી આજે પણ કરવામાં આવે છે. આ વર્ષે પણ વાજીંત્રો વગરના ગરબા વડીલો દ્વારા કરવામાં આવ્યા છે. વડીલો ગરબે ઝુમી ગરબાની શરૂઆત કરે છે. જોકે આવા વાજીત્ર વગરના ગરબાની વર્ષો જૂની પરંપરા વડીલો સહિત ગામના યુવાઓ આજે પણ સાચવી રાખી છે.
60 વર્ષથી રમાય છે ગરબા
દિયોદરના ચમનપુરા ગામે વર્ષો જૂની પરંપરા આજે પણ અંક બંધ છે સૌપ્રથમ ગામના વડીલો પરંપરા ગત ગરબે ઘુમી ગરબાની શરૂઆત કરે છે જયારે થી ગામની સ્થાપના કરાઈ ત્યારથી આ પરંપરા ચાલી આવે છે તેવું સ્થાનિક વડીલો નું માનવું છે ગામમાં છેલ્લા 60 વર્ષથી પ્રાચીન ગરબા રમાય છે ભારતીય સંસ્કૃતિને જાળવવા માટે આ પ્રાચીન ગરબા રમાય છે.
તાળીના તાલે ગરબા
અહીં કોઈપણ રીતે સંગીત કે કલાકાર નહીં પરંતુ અહીં હાથને તાળી અને પગના રિધમથી ખેલૈયાઓ ગરબે ઘૂમે છે. એક ગવૈયા દ્વારા ગરબા ગવાય છે અને ખેલૈયાઓ આ ગરબાને ઝીલી લે છે એકબીજાનો સુર પુરાવે છે… જેમાં અંદાજિત 60 વર્ષથી આ પરંપરાગત ગરબાનું આયોજન કરાય છે વાજીત્રો વગર ના ગરબાની વર્ષો જૂની પરંપરા આજે પણ અકબંધ જોવા મળી રહી છે દર વર્ષ જેમાં આ વર્ષે પણ દિયોદરના ચમનપુરાના ગામના ચોકમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે.