Lok Sabha elections :લોકસભાની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો એક્શનમા આવી ગયા છે ભાજપે તેના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી દીધી છે અને બાકીના ઉમેદાવારોની પસંદગીને લઈને પણ મનોમંથમ ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસ પણ ટૂંક સમયમાં તેની પ્રથમ યાદી બહાર પાડી શકે છે. ત્યારે કોંગ્રેસ કોને મેદાનમાં ઉતારી શકે છે તેને લઈને અટકળો ચાલી રહી છે ત્યારે આ બધાની વચ્ચે બનાસકાંઠાથી વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે લોકસભા ચૂંટણી લડવા અંગે મોટું નિવેદન આપ્યું છે. ગેનીબેન ઠાકોરે લોકસભા ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. ગેનીબેન ઠાકોરે કહ્યું કે, ચૂંટણી તે લોકશાહીનો ભાગ છે. અને આ લોકશાહીના ભાગરુપે પાર્ટી અને કાર્યકરો જે નક્કી કરે અને મહુડી મંડળ મારા ચૂંટણી લડવા અંગે નિર્ણય લેશે તો જરુરથી ચૂંટણી લડીશ.
ગેનીબેન ઠાકોરનું નિવેદન
વધુમાં તેમણે કહ્યું કે, પરિવર્તન તે સંસારનો નિયમ છે કોન ક્યાં આવે તે પોત પોતાની વિચારધારા અને સામદામ દંડ ભેદની રાજનિતિ સામે બહુ ઓછા લોકો ટકી શકતા હોય છે. સંઘર્ષ કરવો, સાહસ કરવું અને પડકારો ઝીલવા વાળાની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે. અને તે પૈકી મુકાબલો ન કરવા વાળા લોકો જતા હોય કોઈ પણ પક્ષ હોય કે કોઈપણ રાજકીય આગેવાન હોય તો પક્ષથી ઉજળો નતી હોતો લોક પક્ષના નામથી ઉજળા હોય છે. પક્ષના નામે આપણે ઘણુ બધુ ભોગવ્યું હોય અને ખરાબ પરિસ્થિતિમાં આ સ્થિતિનું નિર્માણ કરતા હોય ત્યારે લોકોમાં તેની ખરાબ અસર થતી હોય છે અને લોકોમાં અક ભાગીદાર તરીકે ગણતા હોય છે.
પક્ષ પલટો કરનારાઓને શું કહ્યું ?
વધુમાં તેમણે જે ભાજપમાં જોડાયા છે તે અંગે કહ્યું કે, અપેક્ષા રાખીએ જે કોઈ પણ ત્યાં જ્યા છે તે લોકો માટે કંઈ ક કરે તો બરોબર છે. પણ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે આવા પગલા ભરતા હોય છે ત્યારે લોકો પણ તેમને જ્યારે શબખ શીખવાનો હોય ત્યારે શબખ શીખવાડતા હોય છે ભાજપનો ભરતી મેળો તે એમ માને છે કે, પંચાયતથી પાર્લામેન્ટ સુધી સત્તા અમારી છે તો શા માટે કોંગ્રેસ અને વિવિધ પક્ષો તેના શિવાય નથી વહિવટ કરી શકતા કે નથી ઉમેદવારોને લડાવી શકતા એટલા માટે તેમના જે ઓરિજન લોકો મહેનત કરવા વાળા હોય તેમને ભારતમાતા કી જય અને વંદે માતરમ , હર હર મોદી તેના સિવાયના કોઈ નારા ભાગમાં આવતા નથી અને વર્ષોથી જે કોઈ પક્ષમાં કાર્યકરોએ મજુરી કરી હોય તેને પણ લાભ મળે તો તે કેડરબેજ પાર્ટીની વાતો કરે છે પરંતુ ત્યાં કેડર જેવું કંઈ છે નહીં.
બનાસકાંઠામાં બે મહિલાઓ વચ્ચે ચૂંટણી જંગ જામશે
આમ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા બેઠક પર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ત્યારે જો ગેનીબેન ચૂંટણી લડે તો આ બેઠક પર બે મહિલાઓ વચ્ચે ચૂંટણી જંગ જામશે કેમ કે ભાજપએ અગાઉ ડૉ.રેખાબેન ચૌધરીને બનાસકાંઠામાં ઉમેદવાર જાહેર કર્યા છે. ડો રેખાબેન હિતેષભાઇ ચૌધરી ડોક્ટરેટની ડિગ્રી ધરાવે છે અને સાથે જ તેઓ પ્રોફેસર છે. આ સાથે ડો. રેખાબેન ચૌધરી ભાજપના કાર્યકરના પત્નિ છે. આમ ભાજપે કાર્યકર પરિવાર, ચૌધરી સમાજમાં પ્રભુત્વ ધરાવતા પરિવાર અને શિક્ષિત તેમજ યુવાન ચહેરાને બનાસકાંઠા બેઠક માટે પસંદ કરી છે જેથી જો ગેની બેનને કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તો તેમની સામે રેખાબેન ચૌધરી મોટો પડકાર સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો : કુવરજી બાવળીયા લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કરી ખસી ગયા,જાણો હવે ભાજપ કોને ઉતારી શકે છે મેદાનમાં