Ganesh Gondal : ગુજરાતનો ખુબ જ ચર્ચિત ગણેશ ગોંડલ (Ganesh Gondal) કેસમાં કંઈક કંઈક નવું આવતું રહે છે. ચાર મહિનાના જેલવાસ બાદ ગણેશ ગોંડલ (Ganesh Gondal)ને શરતી જામીન મળ્યા છે. ગણેશ ગોંડલને એટ્રોસિટી અને અપહરણ કેસમાં ચાર મહિના બાદ અંતે જામીન મળી ગયા છે. ત્યારે હવે ગણેશ ગોંડલ (Ganesh Gondal) કેસમાં શરતી જામીન મળ્યા છે. ગણેશ ગોંડલને 8 શરતોને આધીન આ જામીન આપવામાં આવ્યા છે.
જુનાગઢનો બહુ ચર્ચિત કેસ ગણેશ ગોંડલ કેસમાં ગણેશ ગોંડલને ગુજરાત હાઇકોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા છે. જેમાં કુલ 8 શરતોને આધીન ગણેશ ગોંડલને જામીન આપવામાં આવ્યા છે. 8 શરતોને આધીન જ્યોતિરાદિત્ય ઉર્ફે ગણેશ ગોંડલને જામીન મળ્યાં છે. જે શરતો આધીન ગણેશ ગોંડલને જામીન મળ્યા છે તે 8 શરતોની વાત કરવામાં આવે તો, 10 હજારનાં બોન્ડ અને પૂર્વ મંજૂરી વગર ભારત દેશ ન છોડવા કોર્ટે આદેશ કર્યો છે. આ સાથે ટ્રાયલ કોર્ટમાં સુનવણી સિવાય 6 મહિના સુધી જૂનાગઢમાં ન પ્રવેશવાની શરતે જામીન મળ્યા છે.
એટલું જ નહીં પરંતુ ટ્રાયલ કોર્ટ સમક્ષ ઇમમૂવેબ્લ પ્રોપર્ટી અને તેના લોકેશન સહિતની વિગતો રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે. આ સાથે જામીનદારોની યોગ્ય વિગતો ટ્રાયલ કોર્ટ સમક્ષ રજૂ કરવા પણ કોર્ટે હુકમ કર્યો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા તથા કોઈપણ ક્રિમીનલ એક્ટિવિટીમાં ભાગ ન લેવા પણ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. પુરાવા સાથે છેડછાડ ન કરવા અને કેસ સાથે જોડાયેલા કોઈપણ વ્યક્તિને સીધી અથવા આડકતરી રીતે પ્રેરિત ન કરવા પણ હુકમ કરવામાં આવ્યો છે. ત્યારે જો આ કોઈ પણ શરતોનો જો ગણેશ ગોંડલ ભંગ કરે તો તેના જામીન રદ પણ થઇ શકે છે.
આ પણ વાંચો : Vadodara Case : વડોદરામાં દુષ્કર્મની ઘટના મામલે મુસ્લિમ સમાજે કાઢી રેલી, કહ્યું, “આરોપી કોઈ પણ હોય ફાંસીની સજા આપો”