Ganesh Gondal : ગોંડલમાં અલ્પેશ ઢોલરિયાનો ગણેશ ભક્તિ કરતો વિડીયો વાયરલ, કહ્યું, ગણેશભાઈ એકાદ દિવસમાં આપણી વચ્ચે આવે છે

August 16, 2024

Ganesh Gondal : ગુજરાતમાં સૌરાષ્ટ્ર તેની ખુમારી માટે જાણીતું છે. એક સમયે ગોંડલ તેના રાજસી ઠાઠ માટે જાણીતું હતું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ જ ગોંડલ મહિપતસિંહ જાડેજા અને તેના પુત્ર જયરાજસિંહ જાડેજાના નામથી જાણીતું થઇ ગયું. ગોંડલમાં હવે તેમની નવી પેઢી એટલે ગણેશ ગોંડલ પણ એવું જ નામ કાઢ્યું છે. ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેમનો પુત્ર ગણેશ જાડેજા તેમની દબંગાઈ માટે જાણીતા છે. ગોંડલમાં તેમનો દબદબો છે. ત્યારે ગોંડલમાં કોઈ પણ કાર્યક્રમ હોય ગણેશ ગોંડલ (Ganesh Gondal) અને જયરાજસિંહ (Jayrajsinh Jadeja)ના વખાણ તો કરવા જ પડે. આજે પણ કંઈક એવું જ બન્યું છે. ગોંડલમાં યોજાયેલ એક કાર્યક્રમમાં ગોંડલ APMCના પ્રમુખ અલ્પેશ ઢોલરિયાના વખાણ કરતો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

ગોંડલ તાલુકાના દેવળા ગામે એક કાર્યક્રમ યોજાયો હતો. સમસ્ત લેઉઆ પટેલ સમાજ દ્વારા નવનિર્મિત પી.એલ.વઘાસીયા લેઉઆ પટેલ સમાજ ભવનનુ ખાતમુહુર્તનો અને વિશ્વેશ્વર મહાદેવજી મંદિરના જીણોદ્ધાર અને મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો આ કાર્યક્રમમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, અલ્પેશભાઈ ઢોલરીયા અને જેતપુર જામકંડારણાના ધારાસભ્ય જયેશ રાદડિયા હાજર હતા. એ દરમિયાન અલ્પેશ ઢોલરીયાએ ગણેશ ગોંડલ (Ganesh Gondal)ના ભરપુર વખાણ કર્યા છે. અને ઢોલરિયા સાહેબ તો એવું કહી રહ્યા છે કે ગણેશભાઈ (Ganesh Gondal) આપણી વચ્ચે રહી આપણું કામ કરે છે. હવે જાજો સમય નથી કે ગણેશભાઈ આપણી વચ્ચે રહી સવાર સાંજ આપણું કામ કરશે. આપણે પણ એક દિવસ એનો આવો જ કાર્યક્રમ ગોઠવીશું.

અલ્પેશભાઈ આ તમે જેના ભાઈ ભાઈ કરી વખાણ કરો છો, એ તમારા ગણેશભાઈ (Ganesh Gondal) તો હાલમાં એટ્રોસીટી એક્ટ અને અપહરણના કેસમાં જેલમાં છે. એ ક્યારે બહાર આવશે એ ખબર નથી. જો તમને ખબર હોય તો એકવાર અમને કહેજો જરુર. જે વ્યક્તિ એક નાની વાતમાં દલીત યુવકને માર મારી શકતો હોય તે કોઈ પણ સમાજના દિકરા સાથે આવું કરી શકે છે. કાલ પાટીદારના દિકરા સાથે આવું થશે ત્યારે પણ તમે આવા જ વખાણ કરશો ?

આ પણ વાંચોBangladesh Protest : બાંગ્લાદેશથી મોહમ્મદ યુનુસે પીએમ મોદીને ફોન કર્યો, જાણો શું વાતચીત થઇ ?

Read More

Trending Video