Ganesh Gondal : ગણેશ ગોંડલના જામીન અરજી પર હાથ ધરાઈ સુનાવણી, આગામી 22 ઓગસ્ટ કોર્ટ કરશે નિર્ણય

August 17, 2024

Ganesh Gondal : ગુજરાતનો બહુચર્ચિત ગણેશ ગોંડલ (Ganesh Gondal) કેસમાં રોજ નવા ખુલાસાઓ અને વળાંક આવી રહ્યા છે. ગણેશ ગોંડલ (Ganesh Gondal) જૂનાગઢના દલિત યુવક સંજય સોલંકીને માર મારવાના, અપહરણ અને એટ્રોસિટીના ગુનામાં હાલ જેલમાં છે. આજે તેની જામીન અરજી પર જૂનાગઢ સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સરકારી પક્ષની દલીલો બાકી હોવાથી હવે જામીન અરજી મામલે આગામી 22 ઓગસ્ટે સુનાવણી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અત્યારે ગણેશ ગોંડલ (Ganesh Gondal) કેસના પીડિત યુવક અને તેના પિતા રાજુ સોલંકી પણ ગુજસીટોકના ગુના હેઠળ સુરતની લાજપોર જેલમાં બંધ છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ગણેશ ગોંડલને જામીન મળશે કે હજુ જેલવાસ ભોગવવો પડશે ?

Read More

Trending Video