Ganesh Gondal : ગોંડલના ખુબ જ ચકચારી રાજકુમાર જાટ કેસમાં આજે ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલના નાર્કોટેસ્ટની કાર્યવાહી ચાલી રહી છે. જે અંતર્ગત ગણેશ ગોંડલની અલગ અલગ મેડિકલ તપાસ પૂર્ણ કરવામાં આવી છે. તેવું હાલ જાણવા મળી રહ્યું છે. આ મામલામાં સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુને હાઇકોર્ટ દ્વારા તપાસ સોંપવામાં આવી છે. જે અંતર્ગત ગણેશ ગોંડલના નાર્કોટેસ્ટ માટે SP પ્રેમસુખ ડેલુએ રજૂઆત કરી હતી અને જે મામલે કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. હાલ ગણેશ ગોંડલની મેડિકલ તપાસ પૂર્ણ થઇ ગઈ છે તેવું જાણવા મળી રહ્યું છે. નાર્કોટેસ્ટ બાદ આ કેસમાં નવા ખુલાસાઓ થવાની પણ સંભાવના છે. આ નાર્કોટેસ્ટનો રિપોર્ટ ક્યારે આવશે તે મામલે SP પ્રેમસુખ ડેલુંએ આ મામલે માહિતી આપી છે.
SP પ્રેમસુખ ડેલુએ નાર્કોટેસ્ટ મામલે શું કહ્યું ?
આ સમગ્ર મામલાની તપાસ હાઇકોર્ટ દ્વારા SP પ્રેમસુખ ડેલુને સોંપવામાં આવી છે. જે હેઠળ આજે ગણેશ ગોંડલના નાર્કોટેસ્ટની શરૂઆત આજે થઇ છે. આ મામલે SP પ્રેમસુખ ડેલુએ જણાવ્યું કે, હાઇકોર્ટની સુચના મુજબ કાર્યવાહી થઈ છે અને રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી થશે. આરોપીના નાર્કો ટેસ્ટમાં પોલીસ હાજર નથી. FSL સાથે ચર્ચા કરી રહ્યા છીએ.આ પ્રક્રિયામાં આરોપી સાથે વકીલ સાથે હોય છે. 15 ડિસેમ્બર આસપાસ રિપોર્ટ આવશે અને વીડિયોગ્રાફી હાઇકોર્ટમાં જમા થશે.
Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કોટેસ્ટ પર SP પ્રેમસુખ ડેલુંનું સૌથી મોટું નિવેદન#GaneshGondal #PremsukhDelu #FSL #Narcotest #Nirbhaynews #viralvídeo pic.twitter.com/xsnOk7fmyB
— Nirbhaynews (@nirbhaynews1) December 11, 2025