Ganesh Gondal : ગણેશ ગોંડલ કેસમાં આવ્યો નવો વળાંક, ફરિયાદી સંજય સોલંકીની વધુ એક અરજી

June 15, 2024

Ganesh Gondal : ગોંડલના ભાજપ (BJP)ના ધારાસભ્ય ગીતાબા જાડેજા (Geetaba Jadeja) અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja)ના પુત્ર ગણેશ જાડેજા (Ganesh Jadeja) ઉર્ફે ગણેશ ગોંડલ (Ganesh Gondal) સામે એટ્રોસિટી (Atrocity) અને અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. ગણેશ ગોંડલ તેની ગુંડાગીરી માટે જાણીતો છે. ગણેશ ગોંડલે કોંગ્રેસ નેતાનું અપહરણ કરીને તેને ઢોર માર માર્યો હોવાની ફરિયાદ સામે કરવામાં આવી હતી. જેને લઈને હવે આ મામલામાં સતત નવા વળાંક આવી રહ્યા છે. આજે ફરી આ મામલામાં નવો ખુલાસો થયો છે. ફરિયાદી સંજુ સોલંકી દ્વારા જૂનાગઢ એસપીને એક અરજી કરવામાં આવી છે. જેમાં ડમી 2 આરોપીઓ રજૂ કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ગણેશ ગોંડલમાં કેસમ હવે ડમી આરોપીઓ ઉભા કરાયા

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ વિરુદ્ધ દલિત સમાજના યુવકનું અપહરણ કરી માર મારવાના કેસમાં ગણેશ જાડેજા સહીત 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ફરિયાદીને જ્યારે ઓળખ પરેડ કરવા માટે બોલવામાં આવ્યો હતો જેમાં અત્યાર સુધીમાં સંજયે 8 આરોપીઓની ઓળખ પરેડમાં ઓળખી બતાવ્યા છે. ત્યારે ખબર પડી કે આમાં બે આરોપી ડમી ઉભા કરવામાં આવ્યા છે. ત્યારે સંજય સોલંકી દ્વારા જૂનાગઢ એસપી ને ફોટા અને નામ સાથે અરજી કરવામાં આવી છે કે આ બે આરોપી ખોટા છે.

અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ બનાવમાં ઉપયોગ કરવામાં આવેલ તમામ હથિયારો તેમજ આરોપીઓના મોબાઈલ તથા આરોપીઓ પૈકી 6 જેટલા આરોપીઓએ ફરિયાદીને નિવસ્ત્ર કરીને માર મારવામાં આવેલા. ત્યારે તેઓના મોબાઈલમાં વિડીયો શૂટિંગ પણ કરવામાં આવ્યું છે. જેથી ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓના મોબાઈલ તથા કોલ ડિટેઇલ મેળવી તપાસના કરવામાં આવી રહી છે. પકડવાના બાકી આરોપીઓને પકડવા તાત્કાલિક ચક્રો ગતિમાન કરવામાં આવી રહ્યા છે. આ કામના આરોપીઓ આ પ્રકારના ગુના કરવાની ટેવવાળા હોવાથી કાયદાની છટકબારીઓ લેવામાં કુશળ હોય છે. જેથી તપાસની માંગ કરવામાં આવી છે.

આ કેસમાં જેની ધરપકડ કરવામાં નથી આવી જેની ધરપકડ કરવામાં નથી આવી તેવા ધર્મેન્દ્રસિંહ કનકસિંહ જાડેજા જે મારા દીકરાને પોલીસ બનીને માર માર્યો હતો. અને બીજો જે ગામનો સરપંચ છે. તે દિપક સુરેશ રૂપારેલિયા, કલ્પેન્દ્રસિંહ સરવૈયા, ઘનશ્યામ સોરઠિયાના ફોટા સાથે એસપીને અરજી કરી છે. અને આ આરોપીઓ પકડવાના બાકી છે. હવે જોવાનું રહ્યું કે આ કેસમાં શું નવા વળાંક આવે છે.

આ પણ વાંચોCongress Protest : રાજકોટ અગ્નિકાંડ મામલે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, રસ્તા પર ચક્કાજામ કરતા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ

 

Read More

Trending Video