Ganesh Gondal : ગોંડલમાં ગણેશ ગોંડલ અને તેમનો પરિવાર સર્વસ્વ છે. ગણેશ ગોંડલ એટલે કે જ્યોતિરાદિત્યસિંહ જાડેજા જ્યારથી બહાર આવ્યા છે, ત્યારથી પોતાની સાખ સુધારવાના પ્રયત્નો કરતા રહે છે. ત્યારે હવે ગોંડલમાં જાડેજા પરિવાર દ્વારા 12 નવેમ્બરના તુલસીવિવાહના દિવસે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં સમગ્ર ગોંડલને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં CM ભુપેન્દ્ર પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
Ganesh Jadeja એ ગોંડલના લોકોને શેનું આમંત્રણ આપ્યું?#ganeshjadeja #gondal #nirbhaynews #jayrajsinhjadeja pic.twitter.com/5gFUVLA1Ml
— Nirbhaynews (@nirbhaynews1) November 11, 2024
ગોંડલનો જાણીતા જાડેજા પરિવાર દ્વારા તુલસી વિવાહના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના નિવાસ સ્થાને ભવ્યાતી ભવ્ય તુલસી વિવાહનું આયોજનની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ તુલસી વિવાહના આયોજનને લઈને ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, તુલસી વિવાહનો અવસરએ ગોંડલની જનતાનો રૂડો અવસર છે. તુલસી વિવાહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મંત્રીઓ, સાંસદો, ધારાસભ્ય સહિતના લોકો ઉપસ્થિત રહેશે. સંગ્રામસિંહજી હાઇસ્કૂલ ખાતે ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ લોકડાયરામાં કિંજલ દવે, કિર્તદાન ગઢવી, બીરજુ બારોટ, દેવાયત ખવડ, ધીરૂભાઈ સરવૈયા સહિતના કલાકારો ઉપસ્થિત રહેશે. આવતી કાલે યોજાઈ રહેલ તુલસી વિવાહના આયોજનને લઈને ગોંડલની જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવું જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ જણાવ્યું હતું.
