Ganesh Gondal : ગુજરાતમાં બહુચર્ચિત ગણેશ ગોંડલ કેસમાં રોજ એક નવા વળાંક આવતા રહે છે. ગણેશ ગોંડલ (Ganesh Gondal) પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ધારાસભ્ય ગીતાબાનો પુત્ર છે. ગણેશ ગોંડલ જૂનાગઢના દલિત યુવકને માર મારવાના કેસમાં અને અપહરણ કેસમાં હાલ જેલમાં છે. જૂનાગઢ જેલમાં તે અત્યારે તેના સાથીઓ સાથે બંધ છે. ગણેશ ગોંડલ 2 વખત જામીન માટે અરજી કરી હતી પરંતુ તેની અરજી રદ્દ કરી દેવામાં આવી. ત્યારે હવે ગણેશ ગોંડલ (Ganesh Gondal) ફરી ચર્ચામાં આવ્યા છે. આજે ગણેશ ગોંડલ સહકારી બેન્કની ચૂંટણી માટે જેલમાંથી ઉમેદવારી માટે ફોર્મ ભર્યું છે. પરંતુ હવે આ મામલે વિરોધનો સૂર ઉઠ્યો છે.
ગોંડલ નાગરિક સહકારી બેન્કની ચૂંટણીઓ યોજાવાની છે. આ સહકારી બેન્કની ચૂંટણીમાં જેલમાં બંધ ગણેશ ગોંડલ પણ ફોર્મ ભર્યું છે. 15 સપ્ટેમ્બરે નાગરિક સહકારી બેન્કની ચૂંટણીઓ થવાની છે. ત્યારે આ 11 ડિરેક્ટરોની બેઠક માટે 38 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. નાગરિક સહકારી બેન્કના ડિરેક્ટરની પોલીસ સમક્ષ રજૂઆત કરી છે. અને તેમને કહ્યું છે કે ગણેશ ગોંડલ આ ચૂંટણી લડી શકશે નહિ, તે અપરાધી છે, તેના સામે ગુનો નોંધાયેલો છે. ત્યારે ગણેશ ગોંડલને ચૂંટણી ના લાડવા દેવા ડિરેક્ટરે પોલીસ વડા સમક્ષ રજૂઆત કરી છે.
હવે ડિરેક્ટરે ચૂંટણીમાં ગણેશ ગોંડલની ઉમેદવારીને લઈને જે ફરિયાદ કરી છે. તેની સામે ગણેશ ગોંડલ તરફથી વાંધા અરજીનો પત્ર બેંકના ડિરેક્ટરને મોકલવામાં આવ્યો, છતાં આ મામલે તેમણે અરજી મોડી મળી તેવું કહી અરજી પર ધ્યાન આપ્યું નહિ. હવે જોવાનું રહ્યું કે ગણેશ ગોંડલ ઉમેદવારી કરી શકશે કે નહિ ?
આ પણ વાંચો : Gujarat Mid Day Meal : ગુજરાતમાં મધ્યાહ્ન ભોજનના મેનુમાં થશે ફેરફાર, ગઈકાલે સવારે આપવામાં આવતો નાસ્તો બંધ કરાયો