Ganesh Gondal : ગણેશ ગોંડલની મુશ્કેલીમાં થયો વધારો, પોલીસે કલમ 120 (બી)નો કર્યો ઉમેરો

July 1, 2024

Ganesh Gondal : ગોંડલના ભાજપ (BJP)ના ધારાસભ્ય ગીતાબા જાડેજા (Geetaba Jadeja) અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja)ના પુત્ર ગણેશ જાડેજા (Ganesh Jadeja) ઉર્ફે ગણેશ ગોંડલ (Ganesh Gondal) સામે એટ્રોસિટી (Atrocity) અને અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. ગણેશ ગોંડલ તેની ગુંડાગીરી માટે જાણીતો છે. ગણેશ ગોંડલે જુનાગઢના દલિત યુવક સંજય સોલંકી (Sanjay solanki)નું અપહરણ કરીને તેને ઢોર માર માર્યો હોવાની ફરિયાદ સામે કરવામાં આવી હતી. હવે આ મામલામાં ગણેશ ગોંડલની મુશ્કેલીઓ વધી શકે છે.

ગણેશના જામીન મુદ્દે આવતીકાલે થશે હાઇકોર્ટમાં સુનાવણી

જૂનાગઢમાં સંજય સોલંકીને માર મારવાના કેસમાં ગણેશ ગોંડલના જૂનાગઢ સેશન્સ કોર્ટે જામીન અરજી નામંજૂર કર્યા હતા. જે બાદ તેણે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. હવે આવતીકાલે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે. પરંતુ અહીંયા ગણેશ ગોંડલની મુશ્કેલીઓ વધી શકે તેવી શક્યતાઓ છે. આ કેસમાં જૂનાગઢ પોલીસ દ્વારા ગણેશ ગોંડલ વિરુદ્ધ હવે કલમ 120 (બી)નો ઉમેરો કરવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ વિરુદ્ધ ષડયંત્ર કરવનો ગુનો દાખલ કરવામાં આવે છે. કલમ 120(બી)નો ગુનો દાખલ થાય છે. જેમાં બિનજામીનપાત્ર ગુનો છે. જેને કારણે ગણેશ ગોંડલને હવે જામીન મળવાની સંભાવનાઓ નહિવત છે. વધુમાં આ કેસમાં જૂનાગઢ સેશન્સ કોર્ટે આરોપીઓના રિમાન્ડ જે નામંજૂર કર્યા હતા તેના હવે ફર્ધર રિમાન્ડ ગુજરાત હાઇકોર્ટમાં મંજુર થશે કે નહિ તે પણ જોવાનું રહેશે.

શું છે સમગ્ર મામલો ?

જૂનાગઢમાં રહેતા સંજય સોલંકી એ કોંગ્રેસની યુવાપાંખ NSUI સાથે સંકળાયેલા છે. રાત્રે તે પોતાના પુત્ર સાથે બહાર ગયેલા હતા અને તે દરમિયાન એક પુરપાટ ઝડપે ચાલતી ગાડી તેની પાસેબ આવી ઊભી રહી ગઈ. જે બાદ તેઓ ઉશ્કેરાઈ ગયા અને તેમણે ગાડી ચાલકને સરખી રીતે ગાડી ચલાવવાનું કહ્યું હતું. તેમની વાતથી ઉશ્કેરાયેલ ગાડીમાં બેઠેલા લોકોએ તેની સાથે માથાકૂટ કરવાનું શરૂ કર્યું હતું.

ત્યારબાદ રેકી કરી તેમણે સંજય સોલંકીનું અપહરણ કર્યું અને તેને ગોંડલમાં પોતાના ફાર્મ હાઉસ ગણેશ ગઢમાં રાખવામાં આવ્યો હતો. ત્યાં લઈ જઈ તેને ઢોર માર મારવામાં આવ્યો અને તેને કોંગ્રેસ છોડી દેવાની પણ ધમકી આપવામાં આવી હતી. આ સાથે જ તેને નગ્ન કરી તેનો વિડીયો બનાવવામાં આવ્યો હતો અને સાથે જ તેને જાતિ વિષયક અપશબ્દો બોલી હડધૂત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને જુનાગઢ છોડી પરત થઈ ગયા હતા. ત્યારબાદ સંજયે ગણેશ જાડેજા વિરુધ્ધ એટ્રોસિટી અને અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે જોવાનું રહ્યું કે આવતીકાલે હાઈકોર્ટમાંથી ગણેશને રાહત મળે છે કે પછી હજુ તેને જેલમાં રહેવું પડશે.

આ પણ વાંચોAmit Shah : ગૃહમંત્રી અમિત શાહનું ગૃહમાં નિવેદન, “કેસ નોંધાયાના ત્રણ વર્ષમાં ન્યાય આપવામાં આવશે”

Read More