Ganesh Gondal : ગુજરાતનો બહુચર્ચિત ગણેશ ગોંડલ કેસ (Ganesh Gondal)માં આજે ગણેશના જામીનને લઈને સુનાવણી હાથ ધરાઈ હતી. જૂનાગઢના યુવક સંજય સોલંકી (Sanjay Solanki)ને માર મારવાના કેસમાં ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી હતી અને અપહરણ, એટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં જૂનાગઢ જેલમાં હાલ ગણેશ ગોંડલ જેલમાં બંધ છે. ત્યારે આજે જૂનાગઢ સેશન્સ કોર્ટ (Junagadh Sessions Court)માં તેની જામીન અરજી રદ્દ કરી દેવામાં આવી હતી. સેશન્સ કોર્ટ દ્વારા તેના જામીન પહેલા જ બે વખત રદ્દ કરી દેવામાં આવ્યા છે. જે બાદ ગણેશ ગોંડલ તેની જામીન અરજી હાઇકોર્ટમાં કરી હતી. જેની આજે સુનાવણી હાથ ધરવામાં આવી છે. આજે આ મામલે વધુ એક તારીખ પડી છે. હવે ગણેશ ગોંડલના જામીન અરજીની સુનાવણી આવનાર 20 સપ્ટેમ્બરે થશે.
ઉલ્લેખનીય છે કે પીડિત દલિત યુવક સંજય સોલંકી પણ અત્યારે ગુજસીટોકના ગુના હેઠળ સુરતની લાજપોર જેલમાં બંધ છે. ત્યારે હવે આ સમગ્ર કેસમાં ગણેશ ગોંડલની મુશ્કેલીઓ વધી ગઈ છે. ત્યારે જોવાનું રહ્યું કે ગણેશ ગોંડલને હજુ કેટલા સમય જેલમાં રહેવું પડશે ?
આ પણ વાંચો : Arvind Kejriwal : CBI કેસમાં અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો