Ganesh Gondal : ગણેશ ગોંડલ થયા જેલમુક્ત, જૂનાગઢ જેમાંથી છૂટ્યા બાદ હવે ક્યાં જશે ગણેશ ગોંડલ ?

October 4, 2024

Ganesh Gondal : ગણેશ ગોંડલ અને તેના માતા પિતાનો દબદબો તો સૌકોઈ જાણે છે. માતા ગોંડલના ધારાસભ્ય છે તો પિતા પૂર્વ ધારાસભ્ય છે. અને ગોંડલમાં આજે પણ જયરાજસિંહ જાડેજાનો ડંકો વાગે છે. જયરાજસિંહ જેટલા તેમના ધારાસભ્ય પદ માટે જાણીતા નહિ હોય તેટલા તો તેઓ તેમની દબંગાઈ માટે જાણીતા છે. ગણેશ ગોંડલ હાલ જૂનાગઢના દલિત યુવકને માર મારવાના, અપહરણ અને એટ્રોસિટીના ગુના હેઠળ જેલમાં છે. જેલમાં રહીને ગણેશ ગોંડલ ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી લડ્યા. અને જીત્યા પણ ખરા. ગઈકાલે ગણેશ ગોંડલના ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન મંજુર કરવામાં આવ્યા. અને આજે બધી પ્રોસેસ પત્યા પછી તે જેલ બહાર આવી ગયા છે. આ સાથે જ ગણેશ ગોંડલને શરતી જામીન આપવામાં આવ્યા છે. જેમાં તે શરત છે કે ગણેશ ગોંડલને 6 મહિના સુધી જૂનાગઢમાં પ્રવેશવાની મનાઈ કરવામાં આવી છે. આ શરતે જ તેને જામીન આપવામાં આવ્યા છે. ત્યારે અત્યારે ગોંડલમાં તો નવરાત્રીના સમયે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

Read More

Trending Video