Ganesh Gondal case: જયરાજસિંહના ઘરે નવરાત્રીમાં દિવાળીનો માહોલ, ગણેશ ગોંડલ થશે જેલમુક્ત!આ શરતનું કરવું પડશે પાલન

October 3, 2024

Ganesh Gondal: જુનાગઢ (Junagadh) જેલમાં બંધ ગણેશ ગોંડલને લઈ ફરી એકવાર મોટા સમાચાર આવ્યા છે.ગુજરાતમાં બહુચર્ચિત ગણેશ ગોંડલ કેસમાં જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ (Ganesh Gondal) ને જામીન મળી ગયા છે. પ્રથમ નોરતાના દિવસે જ ગણેશ ગોંડલને મોટી રાહત મળી છે. આજે હાઈકોર્ટેમાં ગણેશ ગોંડલના કેસની સુનાવણી યોજાઈ હતી જેમાં કોર્ટે ગણેશ ગોંડલને શરતી જામીન આપ્યા છે. જેમાં ગણેશ ગોંડલને જુનાગઢ જિલ્લામાં ન પ્રવેશવાની શરતે જામીન આપવામા આવ્યા છે.

ગણેશ ગોંડલને મળ્યા શરતી જામીન

ગણેશ ગોંડલ જૂનાગઢના દલિત યુવકને માર મારવાના કેસમાં અને અપહરણ કેસમાં જેલમાં બંધ ગણેશ ગોંડલ માટે આજનો દિવસ ખુબ સારો સાબિત થયો છે. આજે ગણેશ ગોંડલને એક જ દિવસમાં બીજા સારા સમાચાર મળ્યા છે. એક તરફ આજે ગોંડલ સહકારી બેંકમાં ગણેશ ગોંડલની વાઇસ ચેરમેન તરીકે નિમણુક કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ આજે કોર્ટે ગણેશ ગોંડલને જામીન પણ મળી ગયા છે. ગણેશ ગોંડલને જામીન મળતા આજે ગોંડલમાં જશ્નનો માહોલ છે. આજે એક સાથે ગણેશ ગોંડલને બે ખુશ ખબર મળી છે.

આ પણ વાંચો :Ayodhya Ram Temple : રામ મંદિરના મુખ્ય શિખર પર નિર્માણ કાર્ય શરૂ, આટલા દિવસમાં થશે તૈયાર

Read More

Trending Video