Ganesh Gondal : ગણેશ ગોંડલ અને તેના માતા પિતાનો દબદબો તો સૌકોઈ જાણે છે. માતા ગોંડલના ધારાસભ્ય છે તો પિતા પૂર્વ ધારાસભ્ય છે. અને ગોંડલમાં આજે પણ જયરાજસિંહ જાડેજાનો ડંકો વાગે છે. જયરાજસિંહ જેટલા તેમના ધારાસભ્ય પદ માટે જાણીતા નહિ હોય તેટલા તો તેઓ તેમની દબંગાઈ માટે જાણીતા છે. ગણેશ ગોંડલ હાલ જૂનાગઢના દલિત યુવકને માર મારવાના, અપહરણ અને એટ્રોસિટીના ગુના હેઠળ જેલમાં છે. જેલમાં રહીને ગણેશ ગોંડલ ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી લડ્યા. અને ચૂંટણી લડ્યા બાદ જીત પણ મેળવી. અને હવે ગણેશ, ગોંડલ નાગરિક સહકારી બેંકના વાઇસ ચેરમેન બનશે.
ગણેશ ગોંડલની વાઇસ ચેરમેન તરીકે નિમણુંક
ગોંડલ નાગરિક બેંકમાં ચેરમેન, વાઇસ ચેરમેન અને MDની વરણી કરવામાં આવી છે. આજે નાગરિક સહકારી બેંક ખાતે ચૂંટાયેલ નવી બોડીની બેઠક યોજાઈ હતી, જેમાં નાગરિક સહકારી બેંકનાં ચેરમેન તરીકે અશોક પીપળીયાની સતત ત્રીજી વખત વરણી કરવામાં આવી છે. જ્યારે વાઈસ ચેરમેન તરીકે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનાં પુત્ર ગણેશ જાડેજાની નિમણૂક કરવામાં આવી છે. MD તરીકે પ્રફુલ ટોળિયાની પસંદગી કરવામાં આવી છે.
જેલમાં બંધ છતાં જીત્યા ચૂંટણી
ગણેશ ગોંડલ હાલ તો જૂનાગઢના યુવકને માર મારવાના કેસમાં જેલમાં બંધ છે. તેના પર કેસ ચાલી રહ્યો છે. પરંતુ જેલમાં બંધ હોવા છતાં પણ ગણેશ ગોંડલ ચૂંટણી જીત્યા અને હવે વાઇસ ચેરમેન પણ બની ગયા. ત્યારે આ જ બધું સાબિત કરે છે કે ગણેશ ગોંડલનો દબદબો કેવો છે.
આ પણ વાંચો : Isha Foundation : ઈશા ફાઉન્ડેશનને સર્વોચ્ચ અદાલત તરફથી રાહત, કોર્ટે પોલીસને આગળની કાર્યવાહી કરતા રોકી દીધા