Ganesh Gondal : ગોંડલના ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજા (Geetaba Jadeja) અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja)ના પુત્ર ગણેશ જાડેજા (Ganesh Jadeja) ઉર્ફે ગણેશ ગોંડલ (Ganesh Gondal) સામે એટ્રોસિટી (Atrocity) અને અપહરણ (Kidnapping)ની ફરિયાદ નોંધાઈ હતી. ગણેશ ગોંડલ તેની ગુંડાગીરી માટે જાણીતો છે. ગણેશ ગોંડલે કોંગ્રેસ NSUI નેતાનું અપહરણ કરીને તેને ઢોર માર માર્યો હોવાની ફરિયાદ સામે આવી છે. આ મામલે જુનાગઢ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. આ ઘટના બાદ દલિત સમાજ હવે આકરા પાણી છે. સમગ્ર સૌરાષ્ટ્રનો દલિત સમાજ જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલના વિરોધમાં ઉતાર્યા છે. હવે આ મામલે સૌરાષ્ટ્રનો દલિત સમાજના લોકો રેલી મારફત ગોંડલ પહોંચ્યા હતા અને ત્યાં સંમેલન યોજી વિરોધ નોંધવામાં આવી રહ્યો છે.
ગણેશ ગોંડલના સમર્થનમાં સૌરાષ્ટ્રમાં સ્વયંભૂ બંધનું એલાન
ગોંડલમાં આજે દલિત સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રનું મુખ્ય ગામ ગોંડલ સહિત 84 ગામો સ્વયંભૂ બંધ રહ્યા હતા. હવે આ મામલે લોકો ગણેશ ગોંડલના સમર્થનમાં આવ્યા છે અને આ મામલે સૌરાષ્ટ્રનું અગ્રિમ ગોંડલ માર્કેટિંગ યાર્ડ સહિત સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યું હતું.
ગોંડલમાં દલિત સમાજનું મહાસંમેલન
આજે જૂનાગઢથી રેલી કાઢી દલિત સમાજના લોકો ગોંડલ પહોંચ્યા હતા. આ રેલીમાં રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી, પોરબંદર અને સમગ્ર સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિના લોકો જોડાયા છે. દલિત સમાજ જૂનાગઢથી બાઇક રેલી મારફત ગોંડલ પહોંચ્યા હતા. અત્યારે ત્યાં આંબેડકર ચોક ખાતે મહાસંમેલનની શરૂઆત કરવામાં આવી હતી. આ સંમેલનમાં મહિલાઓ, યુવાનો, વડીલો સહિતના લોકો જોડાયા હતા. સાથે જ રાજકોટ કોર્પોરેટર વશરામ સાગઠીયાએ કહ્યું હતું કે, મહાસંમેલનમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં છે. ત્યારે અત્યાર સુધી દલિત સમાજના લોકોએ શાંતિ જાળવી છે, તે લોકો જૂનાગઢ જતા સમયે શાંતિથી જવાનું છે.
ગોંડલમાં જયરાજસિંહના સમર્થકોનો જમાવડો
ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રિય આગેવાન જયરાજસિંહ જાડેજાના ઘરની બહાર સમર્થકોનો જમાવડો જોવા મળ્યો હતો. ગણેશ ગોંડલના સમર્થનમાં તેઓ ત્યાં પહોંચ્યા હતા. આ સાથે જ જયરાજસિંહના પુત્ર ‘ગણેશ ગોંડલ’ના સમર્થનમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને ગોંડલનાં 84 ગામો સ્વયંભૂ બંધ રહ્યાં હતા.
ગોંડલમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો
ગોંડલની પરિસ્થિતિને જોતા કોઈ અનિચ્છનીય ઘટનાના સર્જાય તે માટે ગોંડલમાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 5 જિલ્લા રાજકોટ, જામનગર , સુરેન્દ્રનગર, દ્વારકા અને મોરબી જિલ્લાનો પોલીસ સ્ટાફ પણ બંદોબસ્ત તહેનાત રહેશે. માહિતી અનુસાર, 4 DYSP, 11 PI, 34 PSI, 4 ઘોડેસ્વાર પોલીસ, 400 પોલીસ, 12 TRP, 95 હોમગાર્ડ સહિત અંદાજે 1500 થી વધુ પોલીસ કર્મચારીઓને ગોંડલમાં તહેનાત કરાયા છે. ગોંડલ ટાઉનહોલ ખાતે DYSP એસ.એસ. રઘુવંશી તેમ જ DYSP કે.જી. ઝાલાના અધ્યક્ષતામાં એક મિટિંગ યોજાઈ હતી, જેમાં ગોંડલની સ્થિતિ અંગે ચર્ચા કરાઈ હતી.
શું છે સમગ્ર મામલો ?
જૂનાગઢમાં રહેતા સંજય સોલંકી એ કોંગ્રેસની યુવાપાંખ NSUI સાથે સંકળાયેલા છે. રાત્રે તે પોતાના પુત્ર સાથે બહાર ગયેલા હતા અને તે દરમિયાન એક પુરપાટ ઝડપે ચાલતી ગાડી તેની પાસેબ આવી ઊભી રહી ગઈ. જે બાદ તેઓ ઉશ્કેરાઈ ગયા અને તેમણે ગદોઈ ચાલકને સરખી રીતે ગાડી ચલાવવાનું કહ્યું હતું. તેમની વાતથી ઉશ્કેરાયેલ ગાડીમાં બેઠેલા લોકોએ તેની સાથે માથાકૂટ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ સંજય પોતાના પુત્રને મૂકવા જતો રહ્યો અને ગણેશ જાડેજા તેના લોકો સાથે ત્યાં આવી પહોંચ્યો હતો. ગણેશ ત્યાં પહોંચતા જ તેની સાથે ઓળખાણ નીકળતા તે પોતાની ટોળકી સાથે ત્યાંથી પાછો ફરી ગયો હતો.
ત્યારબાદ તેમણે યુવકનું અપહરણ કર્યું અને તેને ગોંડલમાં પોતાના ફાર્મ હાઉસ ગણેશ ગઢમાં રાખવામાં આવ્યો હતો. ત્યાં લઈ જઈ તેને ઢોર માર મારવામાં આવ્યો અને તેને કોંગ્રેસ છોડી દેવાની પણ ધમકી આપવામાં આવી હતી. આ સાથે જ તેને નગ્ન કરી તેનો વિડીયો બનાવવામાં આવ્યો હતો અને સાથે જ તેને જાતિ વિષયક અપશબ્દો બોલી હડધૂત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને જુનાગઢ છોડી પરત થઈ ગયા હતા. ત્યારબાદ સંજયે ગણેશ જાડેજા વિરુધ્ધ એટ્રોસિટી અને અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : Surendranagar : સુરેન્દ્રનગરમાં પ્રાથમિક શાળાઓમાં ફાયર ચેકીંગ, બાળકો જીવન જોખમે ભણવા મજબુર