Ganesh Gondal : સૌરાષ્ટ્રના ગોંડલમાં જયરાયજસિંહનો દબદબો છે. અને હવે તો ગોંડલમાં ખરેખર જયરાજસિંહ ની મનમાની ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. દીકરો ગણેશ ગોંડલ હાલ જેલવાસ ભોગવી રહ્યો છે. છતાં પણ ત્યાંથી તેને સહકારી બેંકની ચૂંટણીઓ લડાવવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લામાં ગોંડલ નાગરિક સહકારી બેંકની આવતીકાલે ચૂંટણી યોજાવવાની છે. બેંક સંચાલક મંડળનાં 11 ડિરેક્ટર પદ માટે આ ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં સત્તાપક્ષ ભાજપ, વિપક્ષ કોંગ્રેસ અને અપક્ષ સહિતના કુલ 23 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આ ઉમેદવારોમાં હાલ જેલમાં બંધ ગણેશ ગોંડલ પણ સામેલ છે. ગણેશ ગોંડલે જુનાગઢ જેલમાંથી ફોર્મ ભર્યું છે. અને જેલમાંથી ચૂંટણી લડી રહ્યો છે.
રાજકોટ જિલ્લામાં ગોંડલ નાગરિક સહકારી બેંકનાં સંચાલક મંડળનાં 11 ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાવવાની છે. આ ચૂંટણી આવતીકાલે યોજાશે. ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિત અપક્ષ મળી કુલ 23 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આવતીકાલે ચૂંટણીને લઈ મતદાન થશે. આ ચૂંટણીમાં ભાજપ સામે કોંગ્રેસનાં યતીષ દેસાઈની પેનલ છે. આ ચૂંટણીમાં મોટી વાત એ છે કે જૂનાગઢ જેલમાં બંધ જયરાજસિંહ જાડેજાનો પુત્ર ગણેશ ગોંડલનું ડિરેક્ટરની ચૂંટણીમાં નામ ફાઇનલ થયું છે. ગણેશ ગોંડલને મેન્ડેટ જિલ્લા ભાજપ દ્વારા આપવામાં આવ્યું હતું. સહકારી બેંકની ચૂંટણીમાં ગણેશ ગોંડલનું નામ ક્રમાંક નંબર 4માં છે. એટલે આવતીકાલે યોજાનારી ચૂંટણીમાં ગણેશ ગોંડલ પણ આ પેનલમાં ચૂંટણી લડશે અને આ ચૂંટણી જેલમાંથી લડવામાં આવશે.
જે એજ દેખાડે છે કે પહેલા સહકારિકતાની સીડીથી સરકારમાં જવા માટેની તૈયારી કરવામાં આવી રહી હોય એવું જ લાગી રહ્યું છે. આ ચૂંટણીમાં જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ એ પણ ડિરેક્ટર પદ માટે ઉમેદવારી નોંધાવી છે. ગણેશ ગોંડલે જુનાગઢ જેલમાંથી ફોર્મ ભરીને આ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. હાલ, ગોંડલમાં સહકારી બેંકની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. ગણેશ ગોંડલ દલિત યુવાનનાં અપહરણ અને માર મારવાનાં કેસમાં જેલમાં કેદ છે. ત્યારે હવે આવતીકાલે ચૂંટણી થશે અને તેનું પરિણામ ખ્યાલ આવશે. પરંતુ ગણેશ ગોંડલ ને જીતાડવા માટે જયરાજસિંહ જાડેજા, અલ્પેશ ઢોલરીયા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે સામે કોંગ્રેસ દ્વાર પણ એટલી જ મહેનત જીત માટે કરવામાં આવી રહી છે ત્યારે હવે જીત કોની થાય છે અને ગણેશ ગોંડલ જીતે છે કે હારે છે તે તો આવતીકાલે નક્કી થશે.
આ પણ વાંચો : Kutch BJP : કચ્છ ભાજપના નેતાઓને શિસ્તના પાઠ ભણાવો પાટીલ સાહેબ, પોતાનું કામ ન થતાં જાહેરમાં ભાન ભૂલ્યા