Ganesh Gondal Case : દલિત સમાજના આક્રોશને જોતા Jayrajsinh Jadeja ના ઘરની બહાર સુરક્ષા વધારાઈ

June 12, 2024

Ganesh Gondal case: અનુ.જાતિ સમાજના (Scheduled Caste Society) આગેવાન રાજુભાઈ સોલંકીના (Raju solanki) પુત્ર સંજય સોલંકીનું (sanjay solanki) અપહરણ કરી માર માર્યાના વિરોધમાં આજે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામા આવ્યુ છે. જેમાં જુનાગઢથી (Junagdh) ગોંડલ સુધી બાઈક રેલીનું આયોજન કરવામા આવ્યુ છે. ત્યારે આજે સવારે જૂનાગઢથી ગોંડલ જવા બાઈક રેલી રવાના થઈ હતી. ત્યારે આ રેલીના પગલે પોલીસ એક્શનમાં આવી છે અને આ બાઈક રેલીના પગલે આજે ગોંડલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે.ત્યારે ગણેશ ગોંડલના પિતા જ્યરાજસિંહના ઘરની સિરક્ષા પણ વધારી દેવામા આવી છે.

દલિત સમાજની રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

ગોંડલ ધારાસભ્યના પુત્રએ દલિત સમાજના યુવકને માર માર્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. દલિત સમાજમાં ગણેશ ગોંડલ અને જયરાજસિંહ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ગણેશ ગોંડલના વિરોધમાંજૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, જામનગર, ધોરાજી, ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રભરના અનુ.જાતિ સમાજ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.આજે સવારે જૂનાગઢથી ગોંડલ જવા બાઈક રેલી રવાના થઈ હતી.ત્યારે આ રેલી જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ તેમ મોટી સંખ્યામા લોકો જોડાઈ રહ્યા છે.

જયરાજસિંહના ઘરની બહાર સુરક્ષા વધારાઈ

ત્યારે દલિત સમાજની આ રેલીના પગલે ગોંડલમાં તંગદિલી ન સર્જાય તેના માટે 1500 થી વધુ પોલીસ અધિકારી અને કર્મચારીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. તેમજ જયરાજસિંહના ઘરની બહાર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આ પણ વાંચો : Junagadh: ગણેશ ગોંડલની વિરુદ્ધમાં દલિત સમાજની બાઈક રેલી, કાયદો અને વ્યવસ્થાને લઈને પોલીસ તંત્ર એલર્ટ

Read More

Trending Video