Ganesh Gondal Case : ગુજરાતનો બહુચર્ચિત કેસ એવા ગણેશ ગોંડલ કેસ (Ganesh Gondal Case)માં છેલ્લા કેટલાક સમયથી રોજ એક નવા વળાંક સામે આવી રહ્યા છે. ત્યારે હવે સોશિયલ મીડિયામાં સમાચાર ફરતા થયા હતા. જેમાં કહેવાયું હતું કે ગણેશ ગોંડલ કેસ (Ganesh Gondal Case)માં રાજુ સોલંકી (Raju Solanki)ની પત્ની અને સંજય સોલંકીની માતા દ્વારા રૂપિયા લઈને સમાધાન કરવામાં આવ્યું છે. હવે આ મામલે આ વાતમાં કેટલું તથ્ય છે તેને લઈને આજે રાજુ સોલંકીની પત્નીએ ખુલાસાઓ કર્યા છે.
જૂનાગઢ દલિત યુવક સંજય સોલંકી (Sanjay Solanki)ને અપહરણ કરી ઢોર માર મારવામાં આવ્યો હતો. ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા (Geetaba Jadeja) અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja)ના પુત્ર ગણેશ જાડેજા દ્વારા મારવામાં આવ્યો હતો. આ કેસમાં હાલ ગણેશ જાડેજા તો જેલમાં છે જ, પરંતુ ફરિયાદી સંજય સોલંકી અને તેના પિતા રાજુ સોલંકી પણ જેલમાં છે. ત્યારે રાજુ સોલંકી સામે જૂનાગઢ પોલીસે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે. રાજુ સોલંકીને જેલમાં ગયા બાદ સોશિયલ મીડિયામાં એવી વાતો વહેતી થઇ હતી કે, રાજુ સોલંકીની પત્નીએ જયરાજસિંહ સાથે સમાધાન કરી લીધું છે. આ સમાધાન પેટે રાજુ સોલંકીની પત્નીએ 2 કરોડમાં સમાધાન કર્યું હોવાની વાત વહેતી થઇ હતી. જેમાં આજે આ તમામ આરોપી ખોટા ઠેરવવામાં આવ્યા છે. રાજુ સોલંકીની પત્નીએ આજે મીડિયા સામે આવી વાત કરી છે અને કહ્યું છે કે મેં કોઈ પૈસા લીધા નથી. માત્ર અમને બદનામ કરવા માટે આ અફવા ફેલાવામાં આવી છે. અમારી લડત ચાલુ છે અને ચાલુ રહેશે.
ત્યારે આ જ બાબતે દલિત આગેવાન રાવણ પરમારનું પણ કહેવું છે કે ગણેશ ગોંડલ કેસમાં જે લડાઈ ચાલી રહી છે તેમાં લડાઈ હજી ચાલુ છે. આ કાયદાકીય લડાઈ છે અને તે લડાઈ ચાલુ જ રહેશે. આ લડાઈમાં ખોટી અફવા ફેલાવામાં આવે છે કે રાજુભાઈના પત્ની હંસાબેન દ્વારા જયરાજસિંહ સાથે સમાધાન કરવામાં આવ્યું. જો એ બાબતનો કોઈ પુરાવો હોય તો આપો. હંસાબેન કદી જયરાજસિંહને
મળ્યા પણ નથી તો 2 કરોડ રૂપિયા કેવી રીતે આપે. ત્યારે જોવાનું રહ્યું કે હવે આ મામલામાં શું નવા વળાંક આવે છે.
આ પણ વાંચો : Bangladeshi Hindus : મોહમ્મદ યુનુસ ઢાકેશ્વરી મંદિર પહોંચ્યા, હિન્દુ સમુદાયના લોકોને મળ્યા