Ganesh Gondal Case : ગણેશ ગોંડલનો (Ganesh Gondal) વિવાદ હવે ચર્ચાની એરણે ચડ્યો છે. જુનાગઢના (Junagadh) દલિત યુવાનના અપહરણ અને હુમલાના કેસમાં ધારાસભ્યના પુત્ર આરોપી ગણેશ ગોંડલ (Ganesh Gondal,) સહિત 11 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે આ તમામ આરોપીઓ હાલ જેલ હવાલે છે. ગણેશ જાડેજા સહિત 8 આરોપીઓના રિમાન્ડ નામંજૂર થતા તેમને જેલમાં રાખવામા આવ્યા છે. ત્યારે ગણેશ ગોંડલને લઈને હાલ અનુસુચિત જાતિ સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે અનુસુચિત જાતિના લોકો 12 તારીખે ગોંડલમાં દલિત સંમેલન કરવા જ રહ્યા છે.ત્યારે રાજુ સોલંકીના પિતા આ સંમેલન પહેલા ગોંડલમાં ગયા હતા અને અહીંથી દલિત સમાજને ખાસ સંદેશ પણ આપ્યો છે.
રાજુ સોલંકીએ દલિત સંમેલન પહેલા કરી જાહેરાત
રાજુ સોલંકીએ ગોંડલમાં આવીને કહ્યુ હતુ કે, 12 તારીખે જ્યાં દલિત સંમેલન થવાનું છે જગ્યાની મુલાતા લેવા માટે આવ્યો છું. સંજય સોલંકી માંત્ર રાજુ સોલંકીનો પુત્ર નથી સમગ્ર અનુસુચિત જાતિના સમાજના લોકોની આબરુનો સવાલ છે ત્યારે આ અનુસુચિત જાતિના સમાજના દિકરીનું અપહરણ કરી અને જ્યરાજસિંહનો દીકરો નગ્ન હાલમાં મારે છે ત્યારે સમગ્ર અનુસુચિત જાતિના લોકોની મારી અપીલ છે કે, 12 તારીખે ગોંડલ પધારીએ.
સમાજના લોકોને કરી આ અપીલ
વધુમાં રાજુ સોલંકીએ કહ્યુ કે, હાલ ગોંડલમાં બાબાસાહેબ આંબેડકરના સ્ટોચ્યું પાસે ઉભો છું. આપડી લડાઈ કોઈ સરકાર સામુ નતી. આપડી લડાઈ કોઈ સમાજ સામે નથી આપડી લડાઈ માત્રને માત્ર જ્યરાજસિંહ અને જ્યરાજસિંહના પરિવાર સાથે છે. જેથી દલિત ભાઈને વિનંતી છે કે, આપડે જે વીડિયો બનાવીએ તે પણ માત્રને માત્ર જ્યરાજસિંહના પરિવાર વિશે જ બનાવવો કોઈ સમાજ કે સરકાર વિરુદ્ધ ન બનાવીએ.
આ મામલાનો શું આવશે અંત ?
મહત્વનું છે કે, ગણેશ ગોંડલ અને સંજય સોલંકી વચ્ચેનો મામલો હવે દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે. સંજય સોલંકી સાથે બનેલી ઘટનાને લઈને હાલ દલીત સમાજમાં રોષની લાગણી છે. હવે દલિતોએ જયરાજસિંહના પરિવારની સામે મોરચો માંડ્યો છે. ત્યારે આવતી કાલે આ દલિત સંમેલનમાં શું થાય છે અને આ મામલાનો શું અંત આવે છે તે જોવું રહ્યું.