Ganesh Gondal Case : જૂનાગઢ દલિત યુવકને અપહરણ કરી માર મારવાં કેસમાં ગણેશ જાડેજા (Ganesh Jadeja)ની જૂનાગઢ પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ આ કેસ (Ganesh Gondal Case)માં પોલીસે ગણેશ જાડેજા સહીત કુલ 11 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં આજે પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. પોલીસે કુલ 4500 પેજની ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. આ ચાર્જશીટમાં કલમ 201નો ઉમેરો કરવામાં આવ્યો છે. આ કલમ 201 જે પુરાવાનો નાશ કરવાની કલમ છે. અને ગણેશ જાડેજા કેસમાં પોલીસ જે હથિયાર કબ્જે નથી કરી શકી, અને મોબાઈલમાં વિડીયો ઉતારવાની વાત કરવામાં આવી છે. તે મોબાઈલ ફોન હજી મળી આવ્યા નથી. જેથી પોલીસે પુરાવાનો નાશ કરવાની કલમનો ઉમેરો કર્યો છે. ત્યારે આ આખી ઘટના જે પૂર્વ આયોજિત કાવતરું છે. અને એટલા માટે પોલીસે કોર્ટની પરવાનગી લીધા બાદ કલમ ૧૨૦ (બી) નો ઉમેરો કરવાં આવ્યો છે. ત્યારે હવે ગણેશ ગોંડલ કેસ (Ganesh Gondal Case)માં આગામી સમયમાં હાઇકોર્ટમાં શું થાય છે તે જોવાનું રહ્યું.