Ganesh Gondal Case : ગોંડલનાં ધારાસભ્યનાં પુત્ર ગણેશ જાડેજા (Ganesh Jadeja) ઉર્ફે ગણેશ ગોંડલને (Ganesh Gondal) લઈ મોટા સમાચાર આવ્યા છે. જૂનાગઢ સેશન્સ કૉર્ટમાં (Junagadh Court) ગણેશ ગોંડલની જામીન અરજી પર સુનાવણી કરવામા આવી હતી. આજે કોર્ટનો ચુકાદો આવવાનો હતો પરંતુ હવે આ કેસમાં તારીખ પડી હોવાથી હવે આ કેસનો ચુકાદો હવે 27 ઓગસ્ટે આવશે.
ગણેશ ગોંડલની જનમાષ્ટમી જેલમાં જ જશે
જૂનાગઢ દલિત યુવક સંજય સોલંકી (Sanjay Solanki)ને અપહરણ કરી ઢોર માર મારવામાં આવ્યો હતો. ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા (Geetaba Jadeja) અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja)ના પુત્ર ગણેશ જાડેજા દ્વારા મારવામાં આવ્યો હતો. આ કેસમાં હાલ ગણેશ જાડેજા જેલમાં છે. ત્યારે આ કેસમાં આજે તારીખ પડી હોવાથી હવે ગણેશ ગોંડલની જન્માષ્ટમી જેલમાં જ જશે.
આ પણ વાંચો : નેપાળમાં મોટી દુર્ઘટના, ભારતીય મુસાફરોથી ભરેલી બસ નદીમાં પડી, 14ના મોત, 16 ઘાયલ