Ganesh Gondal Case : ગણેશ ગોંડલના ગુજરાત હાઇકોર્ટમાં જામીન અટક્યા, હવે આ તારીખે હાથ ધરવામાં આવશે સુનાવણી

July 2, 2024

Ganesh Gondal Case : ગોંડલના ભાજપ (BJP)ના ધારાસભ્ય ગીતાબા જાડેજા (Geetaba Jadeja) અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja)ના પુત્ર ગણેશ જાડેજા (Ganesh Jadeja) ઉર્ફે ગણેશ ગોંડલ (Ganesh Gondal) સામે એટ્રોસિટી (Atrocity) અને અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. ગણેશ ગોંડલ તેની ગુંડાગીરી માટે જાણીતો છે. ગણેશ ગોંડલે જુનાગઢના દલિત યુવક સંજય સોલંકી (Sanjay solanki)નું અપહરણ કરીને તેને ઢોર માર માર્યો હોવાની ફરિયાદ સામે કરવામાં આવી હતી. હવે આ કેસમાં ગણેશ ગોંડલની જામીન અરજી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

ગણેશ ગોંડલની મુશ્કેલીઓ વધી શકે છે. જૂનાગઢ પોલીસે ગઈકાલે આ કેસમાં કલમ 120 (બી)નો ઉમેરો કર્યો હતો. જે બાદ આજે ગુજરાત હાઇકોર્ટમાં ગણેશ ગોંડલની જામીન અરજી મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે બાદ આજે આ મામલામાં વધુ એક તારીખ પડી છે. અને હવે જામીન અરજી મુદ્દે સુનાવણી 16 જુલાઈએ થશે. સાથે જ ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને ફરિયાદી રાજૂ સોલંકીને પણ હાજર રહેવા નોટિસ ફટકારી છે. હવે આ કેસમાં ગણેશ ગોંડલને જામીન મળશે કે નહિ તે તો જોવાનું રહ્યું.

આ પણ વાંચોManish doshi : રાજકોટ TRP ગેમઝોનના TPO સાગઠીયા મામલે કોંગ્રેસ મેદાને, નવા ખુલાસાઓ થતા જ મનીષ દોશીએ ભાજપને આડે હાથ લીધું

Read More

Trending Video