Ganesh Gondal Case : 121 દિવસ બાદ આજે જેલની બહાર આવશે ગણેશ ગોંડલ, જાણો અલ્પેશ ઢોલરીયાએ શું કહ્યું ?

October 4, 2024

Ganesh Gondal Case : જૂનાગઢના (Junagadh) દલિત (dalit) યુવકને માર મારી, ગોંધી રાખી રાખવાના કેસમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના (MLA Geetaba Jadeja) પુત્ર ગણેશ ગોંડલને (Ganesh Gondal) ગત રોજ હાઈકોર્ટમાંથી (Gujarat High Court) શરતી જામીન મળી ગયા છે. ગુજરાત હાઇકોર્ટે ગણેશ ગોંડલને જૂનાગઢમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકતા શરતી જામીન આપ્યા છે. ત્યારે ગણેશ ગોંડલને જામીન મળતા ગણેશ ગોંડલ આખરે 121 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે. તેથી ગોંડલમાં આજે હર્ષોલ્લાસનો માહોલ છે.

ગણેશ ગોંડલ આજે જેલમાંથી આવશે બહાર

ગત રોજ ગણેશ ગોંડલને એક સાથે બે રાહતના સમાચાર મળ્યા હતા. ગતરોજ ગોંડલ નાગરિક સહકારી બેંકના વાઇસ ચેરમેન તરીકે ગણેશ ગોંડલની વરણી કરવામા આવી હતી. જે બાદ ગુજરાત હાઈકોર્ટમાંથી ગણેશ ગોંડલને શરતી જામીન પણ મળી ગયા છે.ત્યારે ગણેશ ગોંડલને જામીન મળતા આજે તેઓ જેલમાંથી બહાર આવશે. ગણેશ ગોંડલ લગભગ 4 મહિના બાદ જેલમાંથી બહાર આવશે ત્યારે જયરાજસિંહના ઘરે નવરાત્રીમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગઈ કાલે જ્યારથી ગણેશ ગોંડલને જામીન મળ્યાના સમાચાર મળ્યા ત્યારથી જ ગોંડલના ધારાસભ્ય ગીતા બા જાડેજા અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરે શુભચિંતકો તો મેળાવડો જામ્યો છે. ગોંડલના લોકો ઘણા ખુશ છે.

ગણેશ ગોંડલના જેલમાંથી બહાર આવવા પર અલ્પેશ ઢોલરિયાએ શું કહ્યું ?

ઉલ્લેખનીય છે કે, .જેલમાં રહીને પણ ગણેશ ગોંડલ, ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી લડ્યા અને જંગી બહુમતીથી જીત્યા પણ ખરા ત્યારે જેલમાં રહીને જ ગણેશ ગોંડલ વાઇસ ચેરમેન પણ બન્યા. જેલમાં રહીને પણ ગણેશ ગોંડલ ગોંડલમાં પોતાનો દબાવો કેટલો છે તે દેખાડી દીધો હતો. આ સમગ્ર મામલે નિર્ભય ન્યુઝના એડિટર ગોપી ગાંગરે જયરાજસિંહના ખાસ ગણાતા એવા અલ્પેશ ઢોલરીયા સાથે વાતચીત કરી હતી ત્યારે તેમણે ગોંડલમાં અત્યારે કેવું માહોલ છે તે વિશે જણાવ્યું હતું, અલ્પેશ ઢોલરિયાએ કહ્યું કે, ગણેશ ગોંડલને હાઈકોર્ટે જામીન આપ્યા છે તેનાથી જયરાજસિંહ અને ગોંડલના લોકો ખુબ જ ખુશ છે બધા જાણે છે કે, ગણેશ ગોંડલના લોકોનું કેટલું વિચારે છે, તેઓ હંમેશા લોકોની વચ્ચે રહે છે અને તેમની મદદ કરે છે તેથી નાના વેપારીઓ પણ ગણેશ ગોંડલ માટે બંધ પાળ્યું હતું. ત્યારે તેમણે ગણેશ ગોંડલના બહાર આવવા પર કોઈ કાર્યક્રમનું આયોજન છે કે, નહીં તે અંગે કહ્યું કે, અત્યારે એવા કોઈ કાર્યક્રમનું આયોજન નથી. તેઓ જેલમાંથી આવશે ત્યારે તેઓ નાગરિક સહકારી બેંક ખાતે જશે, જ્યાં તેમના સમર્થકો તેમનું સ્વાગત કરશે. આ સાથે તેમને ગણેશ ગોંડલ આગામી સમયમાં ધારાસભ્ય પણ બનશે તેવું પણ અલ્પેશ ઢોલરીયાએ નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચો :  Kutch: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે કચ્છની મુલાકાતે, રૂ.117 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ

Read More

Trending Video