Ganesh Gondal Case :આજે દલિત સમાજનું ફરી મહાસંમેલન, શું રાજુ સોલંકી મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે ?

July 8, 2024

Ganesh Gondal Case : ગોંડલના ભાજપ (BJP)ના ધારાસભ્ય ગીતાબા જાડેજા (Geetaba Jadeja) અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja)ના પુત્ર ગણેશ જાડેજા (Ganesh Jadeja) ઉર્ફે ગણેશ ગોંડલ (Ganesh Gondal) સામે એટ્રોસિટી (Atrocity) અને અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. ગણેશ ગોંડલે જુનાગઢના દલિત યુવક સંજય સોલંકી (Sanjay solanki)નું અપહરણ કરીને તેને ઢોર માર માર્યો હોવાની ફરિયાદ સામે કરવામાં આવી હતી. આ મામલે દિત સમાજ હવે આકરા પાણીએ છે. ગણેશ ગોંડલનો કેસ હજુ ચાલું છે પરંતુ ગણેશ ગોંડલને જાણે પોલીસનો કોઈ ડર જ ના હોય તેમ વર્તન કરી રહ્યો છે ત્યારે ગણેશ ગોંડલ વિવાદમાં પીડિતના પિતા રાજુ સોલંકીએ નિવેદન આપ્યું હતુ કે, ન્યાય નહીં મળે તો અમે ઈસ્લામ ધર્મનો અંગીકાર કરીશું.

શું રાજુ સોલંકી મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે ?

પ્રાપ્ત જાણકારી મુજબ રાજુ સોલંકીએ 8 જુલાઈના જુનાગઢ અને મોટી મોણપરી ખાતે આયોજિત અનુસૂચિત જાતિ સંમેલન કાર્યક્રમ બાબતે નિવેદન આપતા કહ્યું હતુ કે, આ કાર્યક્રમમાં 15 ઓગસ્ટ રજુઆત કરવા ગાંધીનગર જશે તની સત્તાવાર જાહેરાત કરવામા આવશે. અહીં પ્રદેશ પ્રમુખ Patil સમક્ષ આવેદન આપીને ન્યાય માટે ગણેશના માતા MLA ગીતાબાનું રાજીનામુ લેવાય તેવી માંગ કરવામા આવશે અને જો તેમની માંગ નહીં સ્વીકારાય તો સોલંકી પરીવાર ઈસ્લામ અંગીકાર કરશે’

5 લાખથી વધુ લોકો ગાંધીનગર જશે

ગત તારીખ 12 જૂનના રોજ જૂનાગઢથી ગોંડલ સુધીની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે દલિત સમાજનું ફરી મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. આ વખતે દલિત સમાજના પ્રમુખે ન્યાય નહીં મળે તો પરિવાર સાથે ઈસ્લામ ધર્મ અંગીકાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.આ સંમેલન બાદ દલિત સમાજ તેમજ SC, ST સમાજના 5 લાખથી વધુ લોકો ગાંધીનગર જશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

દલિત સમાજની શું છે માંગ

દલિત સમાજની માંગ છે કે, ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની 120 (બી) મુજબની અટકાયત થાય તેમજ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા રાજીનામું આપે.

આ પણ વાંચો : Gujarat Weather: રાજયમાં ભારે પવન સાથે ગાજવીજ વરસાદની આગાહી, આ જીલ્લાઓમાં મેઘો બોલાવશે બઘડાટી

Read More

Trending Video