Ganesh Chaturthi 2024: ગણેશજી પૂજામાં ઘણી વસ્તુઓ ચઢાવવામાં આવે છે,પરંતુ ભગવાન ગણેશની પૂજામાં તુલસીના પાન ચઢાવવું વર્જિત માનવામાં આવે છે.
ભગવાન ગણેશને સુખ લાવનાર અને દુ:ખ દૂર કરનાર માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. ગણેશ ચતુર્થી દરમિયાન તેમની પૂજાનું ઘણું મહત્વ છે.ગણેશ પૂજામાં ઘણી વસ્તુઓ ચઢાવવામાં આવે છે,પરંતુ ગણેશ પૂજામાં હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર ગણાતી તુલસી ચડાવવાની મનાઈ માનવામાં આવે છે. તેની પાછળ એક રસપ્રદ પૌરાણીક કથા છે,
ગણેશજીની પૂજામાં તુલસીનો ઉપયોગ કેમ નથી થતો ?
શાસ્ત્રો અનુસાર ભગવાન ગણેશની પૂજામાં તુલસી અર્પણ કરવાની મનાઈ છે. એક વાર્તા અનુસાર માતા તુલસી ભગવાન ગણેશને પ્રેમ કરતા હતા, તેમણે પોતાની આ ઈચ્છા ભગવાન ગણેશને પણ જણાવી હતી. પરંતુ ગણેશજી તુલસી માતા સાથે લગ્ન કરવા રાજી ન હતા. આ કારણે માતા તુલસી ગણપતિજીથી નારાજ થઈ ગયા અને તેમણે ગણેશજીને શ્રાપ આપ્યો કે તેઓ બે લગ્ન કરશે. એવું માનવામાં આવે છે કે, આ પછી ભગવાન ગણેશએ પણ માતા તુલસીને શ્રાપ આપ્યો હતો કે તે રાક્ષસ સાથે લગ્ન કરશે. આ કારણે માતા તુલસી અને ગણેશજી વચ્ચે દુશ્મનાવટ છે. આ જ કારણ છે કે ભગવાન ગણેશની પૂજા કરતી વખતે ભૂલથી પણ ક્યારેય તુલસી નથી ચઢાવવાાં આવતી. જો તમે ભૂલથી પણ ભગવાન ગણેશની પૂજામાં તુલસી ચઢાવો છો તો તેના કારણે તમારે જીવનમાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
ભગવાન ગણેશની પુજામાં આ વસ્તુઓ ચઢાવી શકાય છે
ભગવાન ગણેશની પૂજામાં તુલસી ન ચઢાવવી જોઈએ, પરંતુ દુર્વા અને બેલપત્ર ગણેશને ખૂબ જ પ્રિય છે. તેથી ગણેશ પૂજામાં આ વસ્તુઓ અવશ્ય ચઢાવો. આ સિવાય તમે ગણેશની પૂજામાં ચંદન, સોપારી, પીળા ફૂલ, મોદક, કપડાં વગેરે પણ અર્પણ કરી શકો છો. આ વસ્તુઓ ચઢાવવાથી તમને ભગવાન ગણેશની કૃપા મળે છે.
આ પણ વાંચો :Horoscope: આજે ગણેશ ચતુર્થીએ કેવો રહેશે તમારો દિવસ, જાણો તમારું રાશિફળ