Gandhinagar મનપાની નવી બોડીનું આજે ચિત્ર સ્પષ્ટ થશે, મેયર સહિતના હોદ્દેદારોનાં નામ થશે જાહેર

November 3, 2026

Gandhinagar મહાનગરપાલિકાની નવી બોડીની રચનાને લઈને આજે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. મનપાની નવી ટીમની રચના માટે બપોરે સામાન્ય સભા યોજાવાની છે. આ બેઠકમાં મેયર, ડેપ્યુટી મેયર સહિત વિવિધ મહત્વના હોદ્દાઓ માટેનાં નામ જાહેર થવાની શક્યતા છે. જેને લઈને રાજકીય વર્તુળોમાં ઉત્સુકતા વધી છે.

મેયર પદ માટે બે નામ ચર્ચામાં

મેયર પદ માટે રૂપસિંહ ઠાકોર અને કનુભાઈ દેસાઈનાં નામ ચર્ચામાં હોવાનું જાણવા મળી રહ્યું છે. બંનેમાંથી કોના નામ પર મહોર લાગે છે તેના પર સૌની નજર ટકેલી છે. બીજી તરફ ડેપ્યુટી મેયર પદે મહિલા ચહેરાને તક આપવામાં આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે પણ કવાયત

મેયર અને ડેપ્યુટી મેયર ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત અન્ય મહત્વના હોદ્દાઓ માટે પણ નામોની ચર્ચા ચાલી રહી છે. નવી બોડીમાં કોને કઈ જવાબદારી સોંપવામાં આવે છે તે આજે સ્પષ્ટ થશે.

44માંથી 38 બેઠકો સાથે ભાજપનું વર્ચસ્વ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 44 બેઠકોમાંથી 38 બેઠકો પર જીત મેળવી ભાજપે પોતાની બોડી બનાવવાનો માર્ગ મોકળો કર્યો છે. બીજી તરફ કોંગ્રેસ તરફથી કર્મજીતસિંહ વાઘેલાનું નામ વિપક્ષના નેતા તરીકે ચર્ચામાં છે.

Gandhinagar

આ પણ વાંચો : Gujarat Bomb Threat : ગુજરાતમાં બોમ્બ ધમકીથી હડકંપ, DGP ઓફિસથી જેલ સુધી સુરક્ષા એજન્સીઓ એલર્ટ, રાજ્યભરની જેલોને ઉડાવી દેવાની ધમકી

Read More

Trending Video