Gandhinagar: ભાજપ મહિલા મોરચાની બહેનો અને દિવ્યાંગ બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બાંધ્યું રક્ષાકવચ

August 19, 2024

Gandhinagar: આજે ગુજરાત સહીત દેશભરમાં રક્ષાબંધનની ઉજવણી (Raksha Bandhan celebrations) થઈ રહી છે. ત્યારે આજે ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) પણ ગાંધીનગરમાં (Gandhinagar) રક્ષાબંધનની  (Raksha Bandhan) ઉજવણી કરી હતી. આજે રક્ષાબંધન નિમિત્તે CM ભૂપેન્દ્ર પટેલને મહિલા નેતાઓએ રાખડી બાંધી હતી.

CM ભૂપેન્દ્ર પટેલને ગાંધીનગરમાં બહેનોએ રાખડી બાંધી

રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાઇ-બહેનના પવિત્ર પ્રેમની અભિવ્યક્તિના આ પર્વની રાજ્યની બહેનો સાથે ઉજવણી કરી હતી. ગાંધીનગરમાં મંત્રીમંડળ નિવાસસ્થાન ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાજપ મહિલા મોરચાની બહેનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રક્ષાસૂત્ર બાંધી દીર્ઘાયુના આશીર્વાદ અને પ્રજાના કલ્યાણકારી કામો માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ દરમિયાન મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મોં મીઠુ કરાવીને સીએમને રાખડી બાંધી હતી.

નિવાસસ્થાને દર વર્ષે રક્ષાબંધનની ઉજવણી થતી હોય છે

મહત્વનું છે કે, દર વર્ષે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને દર વર્ષે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવતી હોય છે. જેમાં ભાજપ મહિલા મોચરાની બહેનો તેમજ દિવ્યાંગ બહેનો દ્વારા મુખ્યમંત્રીને રાખડી બાંધીને રક્ષા બંધન પર્વની ઉજવણી કરવામા આવતી હોય છે. ત્યારે આ વર્ષે પણ ભાજપ મહિલા મોચરાની બહેનો તેમજ દિવ્યાંગ બહેનોએ સીએમને રક્ષાસૂત્ર બાંધી તેમના સારા સ્વાસ્થ્યની મનોકામના કરી હતી.

આ પણ વાંચો : રાહુલ ગાંધીએ દેશવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી, બહેન પ્રિયંકા સાથેનો ફોટો શેર કર્યો

Read More

Trending Video