Gandhinagar: ફોરેસ્ટ ગાર્ડના (Forest Guard ) ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ઉમેદવારોના ઉગ્ર આંદોલન બાદ નવું કટ-ઓફ લિસ્ટ (cut-off list) જાહેર કરવામાં આવ્યું છે.જાહેરાત મુજબ ગૌણ સેવા પસંદગી મંડળે (GSSSB) 25 ગણા ઉમેદવારો સાથે ફોરેસ્ટની નવી યાદી જાહેર કરી દીધી છે. ગઈ કાલે ગૌણ સેવા પસંદગી મંડળે આ યાદી જાહેર કરી હતી.
ગૌણ સેવા પસંદગી મંડળે 25 ગણા ઉમેદવારોની યાદી કરી જાહેર
ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષામાંથી CBRT પદ્ધતિ નાબૂદ કરવી તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારનાં માર્કસ પ્રસિદ્ધ કરવાની માંગ સાથે ત્રણ દિવસથી ઉમેદવારો આંદોલન કરી રહ્યા હતા. ત્યારે ઉમેદવારોના ઉ્ગ્ર આંદોલન બાદ આખરે 823 જગ્યા ભરવા માટે શારિરીક કસોટી માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 25 ગણા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. ગઇકાલે ફોરેસ્ટમાં 25 ગણાની યાદી અત્યારે અને બીજા 25 ગણાં ઉમેદવારોની યાદી પછીથી તૈયાર રાખવા વનવિભાગના નાયબ સચિવે ગૌણ સેવાને પત્ર લખ્યો હતો. જેને ધ્યાને લઈને તરત જ ગૌણ સેવાએ 25 ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે અને તેની સાથે જ જિલ્લા પ્રમાણે જ કટઑફ પણ જાહેર કરવામાં આવ્યું છે.
New #FOREST_Cutoff #List
📌Forest નું નવું કટ ઓફ
📌25 ગણા ઉમેદવારો ની યાદી જાહેર.👉🏻પરંતુ અમારી માંગણી હજીપણ #CBRT રદ કરો યથાવત…જો ગૌણસેવા પાક સાફ હોઈ તો #બધાનાં_માર્કસ ની #PDF જાહેર કરે.
📌બધાના માર્કસ ની રાહ અને આશા છે..
બાકી આગળ મહાગુજરાત માટે તૈયાર રહે.… https://t.co/Lkh6EcXhO0 pic.twitter.com/NT9rZIgf1u— Yuvrajsinh Jadeja (@YAJadeja) August 7, 2024
યુવરાજસિંહે શું કહ્યું ?
ઉમેદવારોના આંદોલન બાદ સરકારે ઉમેદવારોની એક માંગ સ્વીકારી છે પરંતુ ઉમેદવારોની મુખ્ય માંગણી તો CBRT પરીક્ષા પદ્ધતિ રદ કરવાની છે. ત્યારે ગૌણ સેવા દ્વારા 25 ગણા ઉમેદવારોની યાદી જાહે કર્યા બાદ વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે ટ્વિટ કર્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે,25 ગણા ઉમેદવારો સાથે ફોરેસ્ટની નવી યાદી જાહેર કરવામા આવી છે પરંતુ અમારી મુખ્ય માંગણી હજુ પણ CBRT રદ કરો યથાવત.જો ગૌણસેવા પાક સાફ હોઈ તો બધાનાં માર્કસની PDF જાહેર કરે.બધા માર્કની આશા રાખી રહ્યા છે બાકી આગળ મહાગુજરાત માટે તૈયાર રહે.
આ પણ વાંચો : Vinesh Phogat Retirement: માફ કરશો, હું હારી ગઈ…વિનેશ ફોગાટે કુશ્તીમાં લીધો સંન્યાસ