Gandhinagar Police : ગુજરાત પોલીસની મહિલાઓ સાથે દાદાગીરી, ગાંધીનગરમાં ફોરેસ્ટ બીટગાર્ડનાં ઉમેદવારો સાથે કર્યું ગેરવર્તન

August 14, 2024

Gandhinagar Police : ગુજરાત પોલીસ આમ તો છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચારમાં, દારૂની ખેપમાં કે પછી અન્ય ખોટા કામોમાં પકડાતી નજરે ચડે જ છે. પરંતુ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગુજરાત પોલીસના વખાણ કરતા થાકતા નથી. પરંતુ જયારે પોલીસ ગેરકાયદેસર કામ કરતા પકડાય ત્યારે કોઈ એક્શન લેતું નથી. ગુજરાત પોલીસને તો જાણે દાદાગીરી કરવાની ખુલ્લી છૂટ મળી ગઈ હોય તેવું જ લાગી રહ્યું છે. તેવું જ કંઇક આજે ગાંધીનગરમાં બન્યું છે.

ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારો સાથે પોલીસની દાદાગીરી

ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસથી ફોરેસ્ટ બીટ ગાર્ડનાં ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. પરંતુ ક્યાંય તેમને સફળતા મળતી નથી. જેને લઈ ફોરેસ્ટ બીટ ગાર્ડનાં બે મહિલા ઉમેદવાર ગાંધીનગરનાં ઘ-4નાં ગાર્ડનમાં બેસી કોર્ટમાં પિટિશન દાખલ કરવાની ચર્ચા કરતાં હતાં. ત્યાં અચાનક ગાંધીનગરની બહાદુર પોલીસ (Gandhinagar Police) પહોંચી હતી અને ઉમેદવારનાં ફોન આંચકી ફોન ચેક કરવા લાગ્યા હતા. તેમાંથી એક મહિલા ઉમેદવારને તો થપ્પડ માર્યાની પણ ફરિયાદ ઉઠી છે. અને આ વાત અહીજ અટકતી નથી પરંતુ જો આ બહેનો માત્ર ચર્ચા જ કરતા હતા અને કોઈ આંદોલન ન હતું, છતાં આ મહિલા ઉમેદવારોને પોલીસ (Gandhinagar Police) ઢસડીને પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી.

મહિલા સુરક્ષાની વાતો કરતા ગુજરાતમાં અત્યારે મહિલાઓના જ આ પ્રકારના હાલ થઇ રહ્યા છે. અને તે પણ જેને રક્ષા કરવાનું કરવાનું કામ સોંપ્યું છે તે જ તમારી સાથે આ પ્રકારનું વર્તન કરે તે કેટલું યોગ્ય ? હવે આપણે આ સવાલ તો રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પૂછવો જોઈએ કે તમે તમારી પોલીસને એ તો પૂછો કે આ બે મહિલાઓની સાથે આ પ્રકારનું વર્તન શા માટે કરવામાં આવ્યું. અને આ બહાદુર પોલીસને આ વર્તન બદલ શું તમે સજા કરશો કે પછી બહાદુરીના મેડલથી નવાજશો ?

આ પણ વાંચોBangladeshi Hindu : મોહમ્મદ યુનુસના ભરોસા છતાં બાંગ્લાદેશમાં હિંદુઓ સામે હિંસા, રાત્રે ઘર સળગાવવામાં આવ્યા

Read More

Trending Video