Gandhinagar: ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી શરૂ થશે, કાળા જાદૂ વિધેયક, ભૂતિયા શિક્ષકો સહિતના મુદ્દે થશે ચર્ચા

August 21, 2024

Gandhinagar: આજથી ગાંધીનગર વિધાનસભા ચોમાસા સત્રની (Gujarat Assembly Session) શરૂઆત થઈ રહી છે. આ સત્ર ત્રણ દિવસ ચાલશે. આજે બપોરે 12 વાગ્યાથી તેની શરુઆત થશે. જાણકારી મુજબ ત્રણ દિવસના ચોમાસું સત્રમાં સરકાર પાંચ વિધેયક લાવશે.જેમાં વિધાનસભા ગૃહમાં ગૃહમંત્રી ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અધોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને નિર્મૂલન કરવા બાબત વિધેયક રજૂ કરશે.ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી શરૂ થશે

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી શરૂ થશે

આજે સૌથી પહેલા ટૂંકી મુદ્દતના પ્રશ્નો સાથે બેઠકની શરૂઆત થશે જે બાદ શોક દર્શક ઉલ્લેખો રજૂ થશે. જેમાં ગુજરાતના પૂર્વ રાજ્યપાલ કમલા બેનિવાલ, પૂર્વ મંત્રી બિપીન શાહ સહિતના પૂર્વ સભ્યોના નિધન પર શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. આ સાથે ચાંદીપુરા વાઈરસ અંગે ટૂંકા ગાળાના પ્રશ્નો, શિક્ષકો કાગળ પર નોકરી પર છે પરંતુ વિદેશમાં સ્થાયી થયા છે, બનાસકાંઠામાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ દૂધ સહકારી મંડળીઓના ખાતાઓ, ખેડૂતોને ખાતરની ઉપલબ્ધતા, પીએમ આવાસ યોજના (શહેરી) ની પ્રગતિ સભ્યો દ્વારા પૂછવામાં આવશે.

 સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં કપાસ અને મગફળીના પાકને થયેલા નુકસાન અંગે થશે ચર્ચા

ધારાસભ્યો ડૉ. મહેન્દ્ર પડાળિયા તાજેતરના ભારે વરસાદ અને સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં કપાસ અને મગફળીના પાકને થયેલા નુકસાન અંગે સરકારનું ધ્યાન દોરશે. તેમજ વિવિધ વિભાગોના વટહુકમ તથા તેને સમજાવતાં નિવેદનો મેજ પર મુકાશે. તથા ચોથા સત્રમાં પસાર થયેલા અને રાજ્યપાલની મંજૂરી મળેલા વિધેયકો વિધાનસભાના મેજ પર મુકાશે.

કાળા જાદૂ વિધેયક સહિત આ પ્રશ્નો પર થશે ચર્ચા

આ સાથે ધારાસભ્યના રાજીનામા અંગે વિધાનસભા અધ્યક્ષ જાહેરાત કરશેઆ સાથે PM મોદીના ત્રીજા કાર્યકાળ માટે CM ભૂપેન્દ્ર પટેલ ગૃહમાં 90 મિનિટનો સંકલ્પ રજૂ કરશે. જે બાદ સરકારી વિધેયક રજૂ થશે. જેમાં ગુજરાત માનવ બલિદાન તથા કાળા જાદૂ અટકાવવા અંગેનું વિધેયક ગૃહમાં રજૂ થશે.

આ પણ વાંચો : Bharat Bandh : બિહાર-ઝારખંડ-રાજસ્થાનમાં દેખાઈ ભારત બંધની અસર, દિલ્હીના બજારો રહ્યા ખુલ્લા

Read More

Trending Video