Gandhinagar: ગુજરાત વિધાનસભા સત્રનું(Gujarat Assembly Session) આજથી ત્રણ દિવસનું ટૂંકુ સત્ર શરુ થયું છે. આ દરમિયાન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ (Harsh Sanghavi) વિધાનસભામાં માનવબલિ અને કાળા જાદુને અટકાવવા માટેનું બિલ રજુ કર્યું છે. આવિધેયકમાં 7 વર્ષ સુધીની સજા અને રૂ.50 હજાર સુધીના દંડની જોગવાઈ છે.
કાળા જાદૂ અને અંધશ્રદ્ધા રોકવા માટે આજે ગુજરાત વિધાનસભામાં બિલ રજૂ
ગુજરાતમાં માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ઠ અને અઘોરી પ્રથા તથા કાળા જાદુને અટકાવવા માટે એક નવું વિધેયક ગૃહવિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે જેને આજે વિધાનસભા સત્ર દરમિયાન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ ગૃહમાં રજુ કર્યું હતું.આ બિલ આખા ગુજરાતને લાગુ પડશે. જો કે તે રાજ્ય સરકાર દ્વારા રાજપત્રમાં જાહેરનામાથી નકકી કરે તેવી તારીખે અમલમાં આવશે.
બિલમાં શું છે જોગવાઈઓ?
- માનવ બલિદાન, અનિષ્ટ અને અઘોરી પ્રથા ઉપરાંત કાળા જાદુ જેવી પ્રવૃત્તિઓ અને આ પ્રકારની પ્રવૃત્તિઓને મળતા પ્રોત્સાહનને એક ગુનો ગણવામાં આવશે.
- આ ગુનામાં દોષિત વ્યક્તિને ઓછામાં ઓછા છ મહિના અને વધુમાં વધુ સાત વર્ષ સુધી કેદની સજા થઈ શકે છે. તેમજ દોષિત વ્યક્તિને ઓછામાં ઓછા પાંચ હજારથી વધારેમાં વધારે 50 હજાર સુધીનો દંડ ફટાકરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
- આ પ્રકારનો ગુનો બિન-જામીનપાત્ર ગણાવામાં આવશે.
આ પણ વાંચો : Bharat bandh : Patna માં પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ દરમિયાન પોલીસે ભૂલથી SDM ને જ લાઠી ફટકારી દીધી