Gandhinagar: રાજ્ય સરકારનો શિક્ષકોની ભરતી અંગે મોટો નિર્ણય, 24700 જગ્યાઓ પર થશે શિક્ષકોની ભરતી

July 3, 2024

Gandhinagar: TET 1 અને TET 2ના ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જાણકારી મુજબ આજે રાજ્ય સરકાર કુલ 24700 જગ્યાઓ પર શિક્ષકોની ભરતી (Teachers Recruitment) જાહેર કરશે. આજે મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં આ ભરતીને મંજૂરી અપાઈ છે.

રાજ્ય સરકારનો શિક્ષકોની ભરતી અંગે મોટો નિર્ણય

શિક્ષકોની ભરતી અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. શિક્ષણ વિભાગ માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર કુલ 24 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી જાહેર કરશે.કેબિનેટ બેઠકમાં ભરતીને મંજૂરી અપાઈ છે. આજે મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી જેમાં ખાલી જગ્યાઓ મુદ્દે ચર્ચા થઈ હતી.જો કે આ ભરતી અંગે હજુ સત્તાવાર જાહેરાત બાકી છે. રાજ્ય સરકાર શિક્ષકોની ભરતીની આજે સાંજે જાહેરાત કરશે.

ક્યારે થશે આ જાહેરાત

ઉલ્લેખનીય છે કે, TAT અને TET ભરતી મુદ્દે થયેલા વિરોધ પ્રદર્શન બાદ સરકારે માધ્યમિક અને હાયર માધ્યમિક 7500 શિક્ષકોને લઈ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.અને આ ભરતી અંગે થોડા દિવસ પહલા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા તેમજ કુબેર ડિંડોર સાથે બેઠકપણ કરી હતી. ત્યારે આજે ગાંધીનગર સીએમની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં શિક્ષક ભરતી મુદ્દે ચર્ચા કરવામા આવી હતી. આ બેઠક બાદ શિક્ષકોની નવી ભરતી અંગે સાંજે જાહેરાત થઈ શકે છે.

આ પણ વાંચો : Rajkot TRP GameZone Fire : મનસુખ સાગઠીયાને ભાજપના કયા નેતા મળ્યા?

Read More

Trending Video