Gandhinagar: ગાંધીનગરમાં (Gandhinagar) કરોડોના ખર્ચે બનેલા ભાઈજીપુરાથી ગિફ્ટ સિટી (Gift City) સુધીના આઈકોનિક રોડ પર 10થી વધુ લક્ઝરી કાર્સનો (luxury cars) કાફલો દોડાવી નબીરાઓએ રીલ્સ બનાવી હોવાનું સામે આવ્યું હતું. આ નબીરાઓએ ‘અમે કાયર નથી, ફાયર છીએ…’સોંગ પર રીલ્સ બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી. આ વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી અને વીડિયોમાં દેખાતા યુવકોને ઝડપી પાડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પોલીસને રીલ્સમાં દેખાતા 7 યુવકોને ઝડપી પાડવામા સફળતા મળી છે.
ગિફ્ટ સિટી રોડ પર કાર સાથે સીનસપાટા કરનાર 7 યુવકોની ધરપકડ
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મંત્રીઓનો કાફલો નીકળે ત્યારે સામાન્ય રીતે એકથી વધુ કાર્સનો કાફલો રસ્તાઓ પર જોવા મળતો હોય છે, પરંતુ સોશિયલ મીડિયામાં જેવીડિયો વાઈરલ થઈ રહ્યા છે જેમાં નબીરાઓ પણ 10થી વધુ લક્ઝુરિયર્સ કાર્સ સાથે એકસાથે રસ્તા પર સીનસપાટા કરતા જોવા મળ્યા હતા. જે દૃશ્યો જોઈ અન્ય વાહનચાલકો પણ આશ્ચર્યમાં અને મુશ્કેલીમાં મુકાયા હતા.જો આટલી સ્પીડે કાર હંકારી કોઈ અકસ્માત સર્જાય તો ખુદ કારચાલકને તો નુકશાન પહોંચે પરંતુ સામે વાળી વ્યક્તિને પણ નુકસાન પહોંચવાની શક્યતા છે. ત્યારે પાટનગરના રસ્તાઓ પર ધોળે દિવસે જ કાયદાના ધજાગરા ઉડાવી બનાવેલી રીલ્સ વાઈરલ થતાં જ પોલીસ દોડતી થઈ હતી અને આ વીડીયો વાઈરલ થતાં ગાંધીનગર પોલીસે તેમાં દેખાતા નબીરાઓની ઓળખ કરી તેમને પાઠ ભણાવવા માટે શોધખોળ શરૂ કરી હતી. પોલીસે ગાડીના નંબરના આધારે નબીરાઓની શોધખોળ શરૂ કરી દીધી હતી.ત્યારે આજે્ પોલીસે વાઈરલ વીડિયોમાંથી સાત જેટલા શખ્સની ઓળખ કરી અને સાતેયને ફોર્ચ્યુનર, સ્કોર્પિયો, બીએમડબ્લ્યુ જેવી લકઝરી કાર સાથે ઝડપી પાડ્યા છે, જ્યારે અન્યની શોધખોળ ચાલું છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, નબીરાઓએ 23 જૂન 2024ના રોજ આ રીલ્સ બનાવી હતી.
Gandhinagar : ગિફ્ટ સિટીના રોડ પર નબીરાઓના સીન સપાટા#giftcity #virałreels #gandhinagar #nirbhaynews pic.twitter.com/mKoDzvNfaS
— Nirbhaynews (@nirbhaynews1) August 20, 2024
પોલીસે આ યુવકોની કરી ધરપકડ
પોલીસે ફોર્ચ્યુનર ગાડીના ચાલક અનિલ વિષ્ણુજી જાદવ, બ્લેક કલરની સ્કોર્પિયો ગાડીના ચાલક જશવંત અશોકજી જાદવ, બ્લેક કલરની સ્કોર્પિયો ગાડીના ચાલક વનરાજસિંહ જુજારજી ગોર, સફેદ કલરની BMW ગાડીના ચાલક સોહેલ સોકતઅલી સૈયદ, બ્લેક કલરની ફોર્ચ્યુનર ગાડીના ચાલક દેવાંશ રણજિતકુમાર ચૌહાણ, બ્લેક કલરની સ્કોર્પિયો ગાડીના ચાલક ચંદન શૈલેન્દ્રભાઇ ઠાકોર તેમજ બ્લેક કલરની મહિન્દ્રા કંપનીની થાર ગાડીના ચાલક સુરેશ વજાજી ઠાકોરની ધરપકડ કરી આ સાથે તમામ ગાડીઓ ડિટેન પણ કરી લીધી છે.