Gandhinagar :ગેનીબેન ઠાકોરે વિધાનસભાના અધ્યક્ષ Shankar Chaudhary ને સોપ્યું રાજીનામું, અમિત ચાવડા, વિમલ ચુડાસમા સહિતના ધારાસભ્યો રહ્યા હાજર

June 13, 2024

Gandhinagar : બનાસકાંઠા  (Banaskantha)લોકસભા સીટ પરથી ચૂંટાયેલા ગેનીબેન ઠાકોરે (Ganiben Thako) આજે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. ગેનીબેન આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું હતું. ગેનીબેન ઠાકોર રાજીનામુ આપવા ગયા ત્યારે તેમની સાથે  અમિત ચાવડા, વિમલ ચુડાસમા સહિતના ધારાસભ્યો  હાજર  રહ્યા હતા. આ   ગેનીબેન ઠાકોરએ રાજીનામુ આપતા વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનું સંખ્યાબળ 13થી ઘટીને 12 થઈ ગયું છે.આ બેઠક ખાલી થયાની જાહેરાત બાદ 6 મહિનામાં વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે.

ગેનીબેન ઠાકોર હવે જશે દિલ્હી દરબારમાં

કોંગ્રેસના (Congress) ગેનીબેન ઠાકોરે (Geniben thakor) લોકસભાની ચૂંટણીમાં (Loksabha Election) બનાસકાંઠા (Banaskantha) બેઠક પરથી જીત મેળવી હતી. હવે તેઓ દિલ્હીમાં સાંસદ તરીકે બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરશે. ગેનીબેનની રાજીનામાં બાદ વાવ બેઠકના ધારાસભ્ય પદ માટે દાવેદારોની ચર્ચા ચાલી રહી છે જેમાં ભાજપ અને કોંગ્રેસ બંન્ને આ સીટ પર મજબુત દાવેદારની પસંદગી કરવાની કવાયતમાં લાગી ગયા છે.

રાજીનામુ આપતા પહેલા ગેનીબેને શું કહ્યું ?

ગેનીબેને કહ્યુ કે,  ઘણા રાજીનામા આપે ત્યારે જેને મત આપ્યા હોય તે મતદારોનો વિશ્વાસ તુટતો હતો, ક્યાંય નારાજગી આવતી હતી પણ આ રાજીનામુ ખુશીનું રાજીનામુ છે. એક રાજીનામુ એવું હોય જેમાં વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે રાજીનામુ આપે. અને આ રાજીનામુ એવું છે કે, બંધારણીય બાબતોને ધ્યાનમા રાખીને લોકોની ખુશી માટેનું રાજીનામુ છે એટલા માટે જ્યારે પ્રજાએ મને ધારાસભ્ય તરીકે બેબે વખત મેન્ડેડ આપ્યો ત્યારે મે મતદારો સાથે ગદ્દારી નથી કરી. મેં કોંગ્રેસ પાર્ટી સાથે ગદ્દારી નથી કરી. લોકોના સુખે સુધી એને લોકોના દુખે દુખી.

વાવ બેઠક પર કોંગ્રેસના દાવેદાર કોણ હશે ?

ગેનીબેને લોકસભામાં બનાસકાંઠાની સીટ પર ભવ્ય જીત મેળવતા હવે તેમની વાવ વિધાનસભા બેઠક ખાલી થઈ છે. ત્યારે હવે આ બેઠક પર સૌ કોઈની નજર મંડાયેલી છે. ટુક સમયમાં આ બેઠક પરથી પેટા ચૂંટણી પણ યોજવાની છે.ત્યારે ઘણા લોકો આ બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છાઓ પણ વ્યક્ત કરી રહ્યા છે.જેમાં કોંગ્રેસમાંથી એક મજબુત દાવેદાર ગુલાબસિંહ રાજપુત પણ છે.

ક્યારે યોજાશે પેટા ચૂંટણી ?

જાણકારી મુજબ સ્થાનિક સ્વરાજની ચૂંટણી સાથે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ શકે છે જેમાં વાવ અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી થશે.

Read More

Trending Video