Gandhinagar: રામકથા મેદાનમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતી મામલે ઉગ્ર વિરોધ, ઉમેદવારો હવે લડી લેવાના મૂડમાં

August 5, 2024

Gandhinagar: ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષા (Forest Beat Guard Exam) ભરતીનો વિવાદ હવે વધુ વકરતો જઈ રહ્યો છે. કોમ્પ્યુટર બેઝ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ (CBRT) અને નોર્મલાઈઝેશન મેથડના કારણે વિદ્યાર્થીઓને અન્યાય થયો હોવાનો આરોપ લગાવવાં આવી રહ્યોછે. આ પરીક્ષા પદ્ધતિથી અનેક છબરડા થયા છે. અને ગૌણ સેવાએ (GSSSB) પણ તે સ્વીકાર્યું છે ત્યારે ઉમેદવારો આ પદ્ધતિને રદ કરવાની માંગ કરી રહ્યા છે. ત્યારે ઉમેદવારોએ અનેક વાર રજૂઆત કરી છતા પણ તેનું કોઈ નિકારણ ન આવતા હવે ઉમેદવારો આક્રમક મુડમા આવ્યા છે. ગાંધીનગર ખાતે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો.

ફોરેસ્ટ બીટ ગાર્ડ મુદ્દે ગાંધીનગર ઉમેદવારનો ભેગા થયા

આજે ગાંધીનગર ખાતે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો દ્વારા જે આંદોલનની શરૂઆત કરવામાં આવી છે આ મામલે આજે ગાંધીનગરના રામકથા મેદાનમાં ઉમેદવારો અને વાલીઓએ ભેગા થઇ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં ઉમેદવારોની સાથે વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ પણ જોડાયા હતા.

ઉમેદવારોની શું છે માંગ ?

મહત્વનું છે કે, મહત્વનું છે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં જાહેર થયેલા પરિણામોમાં માત્ર સિલેક્ટેડ ઉમેદવારોનું લીસ્ટ જાહેર થયું છે.ઉમેદવારોએ પરીક્ષામાં મેળવેલા માર્કસ જાહેર થયા નથી. જેથી ઉમેદવારોની માંગ છે કે, નોર્મલાઇઝેશન મેથડ પહેલાં વાસ્તવિક માર્ક્સ કેટલા હતા અને નોર્મલાઇઝેશન મેથડ લાગુ કરવામાં આવ્યા બાદ કોના કેટલા માર્ક્સ ઉમેરવામાં આવ્યા, કેટલા માર્ક્સ ઘટાડવામાં આવ્યા તેની દરેક માહિતી કેટેગરીવાઈઝ અને માર્ક્સવાઇઝ પ્રસિદ્ધ કરવામાં આવે. આ સાથે CBRT પરીક્ષા પદ્ધતીના કારણે પરીક્ષામાં અનેક મોટા છબરડા થયા છે જેથી ઉમેદવારો CBRT પરીક્ષા પદ્ધતી રદ કરવા અને ભરતીની જગ્યામાં વધારો કરવા માંગ કરી રહ્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે, જો બધી પરીક્ષાઓમાં રિઝલ્ટમાં માર્ક બતાવવામાં આવતા હોય તો ગૌણ સેવાને શું વાંધો છે. તેઓ કેમ માર્ક જાહેર નથી કરતા.

આ પણ વાંચો : Bharuch: મનસુખ વસાવાનો આક્ષેપ- ચૈતર વસાવાના ઘરનું બાંધકામ ગેરકાયદેસર રીતે વન વિભાગની જગ્યા પર બનાવવામાં આવ્યું, જાણો ચૈતર વસાવાએ આ મામલે શું કહ્યું ?

Read More

Trending Video