Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલએ શિક્ષકોની ભરતી મામલે કરી મહત્વની બેઠક

June 29, 2024

Gandhinagar :  ટેટ-ટાટ (TET-TAT) પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ (CM Bhupendra Patel) શિક્ષકોની ભરતી (teachers recruitment) મામલે આજે ગાંધીનગરમાં (Gandhinagar) મહત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં પ્રાથમિક શાળામાં ભરતીના નિયમો સંદર્ભે મહત્વની  ચર્ચા થઈ હતી.

CM ભૂપેન્દ્ર પટેલએ શિક્ષકોની ભરતી મામલે કરી મહત્વની બેઠક

પ્રાપ્ત જાણકારી મુજબ શિક્ષકોની ભરતી સંદર્ભે મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નવી ભરતી અને નિયમો બાબતે ચર્ચા કરવામા આવી હતી. શિક્ષણમંત્રી કુબેર ડિંડોર પ્રફૂલ પાનસેરિયા આ બંન્ને મંત્રીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ સાથે પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા હતા. ત્રણ મંત્રીઓ સાથે મુખ્યમંત્રીએ ભરતી મુદ્દે ચર્ચા કરી હતી. નિયમો આખરીકરણ સાથે જ નોટીફિકેશન જાહેર થવાની શક્યતા છે.

ભરતી મુદ્દે મુખ્યમંત્રી સીધુ મોનિટરીંગ કરતા હોય તેવી સ્થિતિ

મહત્વનું છે કે, છેલ્લા કેટલાય સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા હતા અને કાયમી શિક્ષકની ભરતી કરવાની માંગ કરી રહ્યા હતા ત્યારે આંદોલન ઉગ્ર બનતા સરકારે તાત્કાલિક ધોરણે બેઠક બોલાવીને ભરતીની જાહેરાત કરી હતી. ત્યારે આ આંદોલન બાદ મુખ્યમંત્રી ભરતી મુદ્દે સીધુ મોનિટરીંગ કરતા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

મંત્રી ઋષિકેશ પટેલે કરી હતી જાહેરાત

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા ટેટ ટાટ પાસ ઉમેદવારોના આંદોલન બાદ મુખ્યમંત્રીની અધ્યક્ષતામા કેબિનેટ બેઠક મળી હતી . આ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી હતી. જેમાં તેમણે જાહેરાત કરી હતી કે, સરકાર માધ્યમિક અને હાયર માધ્યમિકસ સરકારી અને ગ્રાન્ટ-ઈન-એડ શાળાઓમં આગામી 3 મહિનામા 7500 કાયમી શિક્ષકોની ભરતી કરશે, તેમ TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટુંક સમયમાં હાથ ધરવામા આવશે.

આ પણ વાંચો : NEET કોભાંડમાં CBI એક્શન મોડમાં, ગુજરાતમાં 7 સ્થળોએ પાડ્યા દરોડા, જાણો આ કેસમાં શું નવા ખુલાસા થયા

Read More

Trending Video